News of Thursday, 27th February 2025
કચ્છના પ્રવાસીઓની કાર ડિવાઇડર પર ચડી ખાડામાં પલ્ટીઃ યુવાનનું મોત
ગળોદર-ભંડુરી વચ્ચે અકસ્માતથી ચાર દર્શનાર્થી ઇજાગ્રસ્ત થયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૭: કચ્છથી શિવરાત્રી મેળો સોમનાથ દર્શન કરવા ૫ લોકોની કારના ચાલકે ગળોદર-ભંડુરી વચ્ચે ગુમાવતા કાર ડિવાઇડર પર ચડી પલ્ટી, ૧નું મોત થયું હતું અને ૪ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ફતેહગઢ રામના ૪૪ વર્ષીય દેવરાજભાઈ જગશીભાઈ ચૌધરી, વાલાભાઈ ગંગદાસભાઈ ડાંગર, રોહિતકુમાર ગણેશભાઈ ચૌધરી સહિત પાંચ લોકો વાલાભાઈની જીજે ૧૨ એફબી ૩૭૮૨ નંબરની કારમાં જુનાગઢ શિવરાત્રી મેળામાં અને સોમનાથ મંદિરે દર્શન માટે નીકળ્યા હતા.
બુધવારે સવારે સોમનાથ મંદિરે દર્શન કરી સવારના ૮ વાગ્યે બધા કારમાં બેસી પરત કચ્છ જવા માટે નીકળ્યા હતા. સોમનાથ મંદિરથી રોહિતકુમાર ગણેશભાઈ ચૌધરી કાર ચલાવતા હતા ૮:૩૦ વાગ્યાની આસપાસ સોમનાથ જેતપુર હાઇવે ઉપર ભંડુરી અને ગળોદર ગામ વચ્ચે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ વચ્ચેના ડિવાઇડર પર ચડી પલટી મારી સામેની સાઈડમાં ખાડામાં આપતી હતી. આ અકસ્માતથી આસપાસમાંથી દોડી આવેલા લોકોએ કારમાં ફસાયેલા ઇજાગ્રસ્ત પાંચેય લોકોને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત માળીયાહાટીના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ફરજ પરના તબીબે કારના ડ્રાઇવર રોહિતકુમારને મળત જાહેર કર્યા હતા.
અકસ્માત અંગે દેવરાજભાઈ ચૌધરીની ફરિયાદ લઈ પોલીસે મળતક કાર ચાલક સામે કાર્યવાહી કરી વધુ તપાસ લેડી પીએસઆઇ એસ. આઈ. સુમરાએ હાથધરી હતી.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
