News of Thursday, 27th February 2025
ભુપેન્દ્રભાઈના ભાઈ વાસુદેવ પટેલ બેટ શંખોદ્વારની ધાર્મિક યાત્રાએઃ હેમભા વાઢેર સાથે ચર્ચા કરી

દ્વારકા : રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભાઈ શ્રી વાસુદેવભાઈએ આજે બેટ શંખોદ્વારની ધાર્મિક મુલાકાત લીધી. આ પવિત્ર યાત્રા દરમિયાન, તેમણે બેટ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી શ્રી હેમભા વાઢેર સાથે લાંબી બેઠક યોજી.
આ બેઠકમાં બેટ શંખોદ્વારના ભૌગોલિક, સામાજિક અને ધાર્મિક પાસાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ. બેટ દ્વારકાનું મહત્વ હિંદુ ધર્મ અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિશેષ છે. શ્રી વાસુદેવભાઈએ તીર્થસ્થાનના વિકાસ અને ભક્તજનોની સુવિધાઓ અંગે સ્થાનના ધાર્મિક મહત્ત્વને વધુ પ્રસાર મળે તે માટે ચર્ચા કરી.
હેમભા વાઢેર બેટ દ્વારકાનું એક એવું નામ છે જે મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે જૂના સંબંધો ધરાવે છે. નરેન્દ્રભાઈ જ્યારે સંઘના પ્રચારક હતા ત્યારે થી હેમભા વાઢેર સાથેનો સંબંધ રહ્યો છે, અને આજેય તેઓનો નાતો અતૂટ છે. ટૂંક સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, બેટ દ્વારકા માં ભવ્ય કોરિડોર બનવા જઈ રહ્યો છે, જેના પર આખા વિશ્વની નજર છે અને લોકો આ પ્રોજેક્ટ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન, વિવિધ ધર્મપ્રેમી અને ભક્તજનોએ તેમનું તોહાભિવાદન કર્યું. બેટ દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા હતા. આ અવસરે અન્ય ધાર્મિક આગેવાનો, સ્થાનિક તંત્ર અને ભક્તગણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વાસુદેવભાઈની આ યાત્રાએ બેટ દ્વારકાના ધાર્મિક અને સાંસ્કળતિક મહત્વને નવી દ્રષ્ટિ આપી છે.( આલાપ ભરતભાઈ બારાઇ - ઓખા
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
