<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

દ્વારકા પંથકના ચોરી થયેલ શિવલિંગનો ભેદ ખોલવામા અંતે સફળતા

સાબરકાંઠાની યુવતીને આવેલ સ્વપન આધારે ચોરી થયેલ : એસપી નિતેશ પાંડે ટીમને મોટી સફળતા : ભાવિકો પોલીસ પર આફ્રિન

રાજકોટ તા. 27 : તાજેતરમાં દ્વારકા પંથકના હરસિદ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ચોરી થવાના ચકચારી મામલામાં દ્વારકા એસપી નિતેશ પાંડેનાં માર્ગદર્શનમાં શિવલિંગનો પતો લગાડવામાં પોલિસને સફળતા મળી છે.

થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા ની ભત્રીજીને સપનું આવેલ કે, “ દ્વારકા જિલ્લા ના હર્ષિદ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવી ને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાઈદો થશે.” જેથી આરોપીઓ ૧. વનરાજ ૨. મનોજ ૩. મહેન્દ્ર ૪. જગત અને અન્ય ૩ મહિલાઓ મળીને આ તમામ લોકોએ કાવતરું રચી ૨ વાહનો માં આવી અને  હર્ષદ ખાતે રોકાય અને રેકી કરીને ભીડભંજન મહાદેવ (ગાંધવી ગામ, દરિયાકિનારો, હર્ષદ) ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન ગામ જેનો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે લઈ ગયેલ અને પોતાના ઘેર ચોરેલા શિવલિંગ ની સ્થાપના કરી ને રાખેલ.

આ સમગ્ર મામલો પોલીસે ત્વરિત ઉકેલી લેતા ભાવિકો, પોલીસ કામગીરી પર આફ્રીન પોકારી ગયા છે અને પોલીસ ટિમ પર અભિનંદન વર્ષા વરસાવી રહ્યા છે.

 

(6:00 PM IST)