<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળી ટેન્ટ સીટીમાં રાત્રિ રોકાણ કરશે

ધોરડોમાં હસ્તકલા કારીગરો સાથે સંવાદ, ભુજનું સ્મૃતિ વન નિહાળશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.‌ રાષ્ટ્રપતિશ્રી ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૦૦ કલાકે ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લેશે. બાદમાં ભુજથી રાષ્ટ્રપતિશ્રી ધોરડો પહોંચશે. જ્યાં રાષ્ટ્રપતિ રણ ઉત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે. આ બાદ સફેદ રણમાં રાષ્ટ્રપતિ સૂર્યાસ્ત નિહાળશે. ત્યારબાદ સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે અને વિવિધ પ્રસ્તુતિઓને નિહાળશે.
  તારીખ ૦૧ માર્ચના સવારે ૧૦.૩૦ કલાકે રાષ્ટ્રપતિ વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઈટની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે ૩.૩૦ કલાકે ભુજ પહોંચીને દિલ્હી જવા પ્રસ્થાન કરશે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની કચ્છ મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ઉપસ્થિત રહેશે

(8:50 PM IST)