News of Thursday, 27th February 2025
રાષ્ટ્રપતિની મુલાકાતને અનુલક્ષીને ભુજ શહેરમાં ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પડાયું

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : આવતીકાલ તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન ભારતના રાષ્ટ્રપતિ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોઈ તેઓની ભુજ શહેર ખાતેની મુલાકાત કાર્યક્રમ દરમિયાન કોઈ અકસ્માત કે બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારુ તા. ૨૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના કલાક ૭:૦૦ થી સાંજના કલાક ૧૯:૦૦ વાગ્યા સુધી ભુજના નળ સર્કલથી સ્મૃતિવન થઈ આર.ટી.ઓ. સર્કલ થઈ પ્રિન્સ રેસિડેન્સી સુધીના રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં.
વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીકે પ્રિન્સ રેસિડેન્સીથી ૩૬ ક્વાર્ટર ચાર રસ્તા થઈ નાગોર ફાટક થઈ નળ સર્કલવાળા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.
આ જાહેરનામું અમિત અરોરા, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે. આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરે તે વાહનો, એમ્બ્યુલન્સ વાહનો, ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
