<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

દ્વારકાના હર્ષદના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગની ચોરી કરી હિંમતનગર લવાયું: સતની ધરપકડ

ભત્રીજીને સ્વપ્ન આવેલ હતું કે, ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે

મહાશિવરાત્રીની આગલી રાત્રે દેવભૂમિદ્વારકાના હર્ષદના દરિયાકાંઠે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરનું ગુમ થયેલ શિવલિંગ બાબતે ચોકાવનારો ખુલાસો થયો છે. દેવભૂમિદ્વારકા જિલ્લા પોલીસે શિવલિંગ શોધી કાઢ્યું છે. આ શિવલિંગની ચોરી કરવામાં આવી હતી. સાબરકાંઠાના હિંમતનગરના એક ગામના સાત લોકોએ બે વાહનમાં આવીને શિવલિંગની ચોરી કરી હતી.

પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સ્વપ્ન આવેલ હતું કે, ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. જેના કારણે આરોપીઓએ બે વાહનમાં હર્ષદ ખાતે જઈ રાતવાસો કર્યો હતો. આરોપીએ સમગ્ર વિસ્તારની રેકી કરી હતી. પોલીસે શિવલિંગની ચોરી કરવાના કેસમાં ત્રણ મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી છે.

(9:46 PM IST)