<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાષ્‍ટ્રપતિએ કેમલ સફારીની સાથે સાથે સફેદ રણની સુંદરતા માણી

દ્રૌપદી મુર્મુનું કચ્‍છની ધરા ઉપર ઉષ્‍માભર્યુ સ્‍વાગતઃ ભુજથી ધોરડો પહોંચતાઃ વિવિધ કાર્યક્રમો નિહાળી અભિભુત થયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧: કચ્‍છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચશ્રી મિયાં હુસેને આ સ્‍થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્‍થળ તરીકે ઉભરી આવ્‍યું તેના વિશે રાષ્‍ટ્રપતિશ્રીને અવગત કરાવ્‍યા હતા. સરપંચશ્રીએ રાષ્‍ટ્રપતિશ્રીને જણાવ્‍યું હતું કે, આજે સફેદ રણ અને રણોત્‍સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે. રણ વિસ્‍તારના તબક્કાવાર વિકાસ, ધોરડો ગામના પ્રવાસનના કેન્‍દ્ર બનવા સાથે સ્‍થાનિક લોકોને રોજગારી ઉપલબ્‍ધ થઈ તે જાણીને ભારતના રાષ્‍ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આ ઉપરાંત, રાષ્‍ટ્રપતિશ્રીએ ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્‍યા હતા.

આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્‍યના રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્‍છ સાંસદ  વિનોદ ચાવડા,  ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્‍ટર  એસ.છાકછુઆક, જિલ્લા કલેક્‍ટર અમિત અરોરા, મદદનીશ કલેક્‍ટર  ઇ.સુસ્‍મિતા, પヘમિ કચ્‍છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ  સુંડા, નિવાસી અધિક કલેકટર  મિતેષ પંડ્‍યા, ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર  ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારી ડો. અનીલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી  અર્શી હાસમી, નાયબ વન સંરક્ષક  બી.એમ.પટેલ, ભુજ ગ્રામ્‍ય મામલતદાર એ.એન.શર્મા સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ગઇકાલે ભુજ એરફોર્સ સ્‍ટેશન ખાતે પધાર્યા ત્‍યારે કચ્‍છયની ધીંગી ધરા ઉપર તેઓનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રપતિશ્રીનું આ તકે ઉપસ્‍થિત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કચ્‍છના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા, કચ્‍છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્‍ટેશનના ડેપ્‍યુટી સમાન્‍ડન્‍ટ કર્નલ અમિત, રેન્‍જ આઇ.જી.ચિરાગ કોરડીયા, કચ્‍છ બીએસએફના ડીઆઇજી અનંતકુમાર, જીલ્લા કલેકટર અમિત અરોરાએ સ્‍વાગત કર્યુ હતું.

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભુજના સ્‍મળતિવનની મુલાકાત બાદ સેનાના હેલિકોપ્‍ટર દ્વારા ધોરડો પહોંચ્‍યા હતા. અહીં ધોરડો મધ્‍યે ઊભા કરાયેલ હેલિપેડ ઉપર વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા રાષ્‍ટ્રપતિને આવકાર આપીને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ધોરડોખાતે રાષ્‍ટ્રપતિને ગુજરાતના માનનીય રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગુજરાત ટુરિઝમના મેનેજિંગ ડિરેક્‍ટર એસ. છાકછુઆક, જિલ્લા વિકાસ અધિકારી ઉત્‍સવ ગૌતમ,પヘમિ કચ્‍છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને ધોરડો ગામના સરપંચ મિયાં હુસેન સહિતના મહાનુભાવોએ આવકાર આપીને ઉમળકાભર્યું સ્‍વાગત કર્યું હતું.

કલા અને કસબની ધરતી એવા કચ્‍છની મુલાકાતે આવેલા રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વવિખ્‍યાત એવા ધોરડોના સફેદ રણ ખાતે ભાતીગળ સંસ્‍કળતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમ નિહાળ્‍યો હતો.  કચ્‍છ સહિત વિવિધ પ્રાંતના લોક સંગીત, સાહિત્‍ય અને સંસ્‍કળતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમો નિહાળી રાષ્‍ટ્રપતિશ્રી પ્રભાવિત થયા હતા.

સાંસ્‍કળતિક કાર્યક્રમના પ્રારભે ‘કચ્‍છડે જો હર ધામ' ગીતથી કલાકારોએ કચ્‍છના વિવિધ યાત્રાધામોને વંદન કરાવ્‍યા હતાં.  કચ્‍છની ઓળખ એવા  ગજીયો લોકગીતની પ્રસ્‍તુતિ નિહાળી રાષ્‍ટ્રપતિશ્રીએ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો. આ તકે  કલાકારોએ ઢાલ-તલવાર સાથે પ્રાચીન ‘મણિયારો રાસ' રજૂ કરી શૌર્ય રસની અનુભૂતિ કરાવી હતી. ‘શિવ આરાધના અને ‘સપ્ત સિંધુ' ની કલાકારોએ કથક સાથે દર્શકો સામે રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

આ સાંસ્‍કળતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્‍તુતિ દરમિયાન રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્‍છ મોરબી સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,  ભુજના ધારાસભ્‍યશ્રી કેશુભાઈ પટેલ,   ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર એસ. છાકછુઆક, ગુજરાત પ્રવાસન નિગમના જોઈન્‍ટ ડિરેક્‍ટર કે.એસ.ઝાલા, જિલ્લા કલેક્‍ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી  ઉત્‍સવ ગૌતમ, પヘમિ કચ્‍છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્‍ટર મિતેષ પંડ્‍યા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી અને ધોરડો સરપંચ મિયાં હુસેન સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભુજના સ્‍મૃતિવન ભુકંપ  સ્‍મળતિવન મેમોરિયલની  મુલાકાત લીધી હતી. સ્‍મળતિવન મ્‍યૂઝિયમ પરિસરમાં, ઉપસ્‍થિત રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી, કચ્‍છના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, ગુજરાત સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટીના સી.ઈ.ઓ. અનુપમ આનંદે રાષ્‍ટ્રપતિશ્રીનું પુષ્‍પગુચ્‍છ આપીને ભાવભીનું સ્‍વાગત કર્યું હતું. આ તકે રાષ્‍ટ્રપતિશ્રીએ સ્‍મળતિવન પરિસરમાં વળક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્‍યો હતો.

રાષ્‍ટ્રપતિશ્રીએ સ્‍મળતિવન મેમોરિયલની  વિવિધ ગેલેરીઓ નિહાળી હતી. જેમાં જીવનની ઉત્‍પતિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે કચ્‍છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્‍છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા. આ તકે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્‍યુલેટર પર વર્ષ ૨૦૦૧માં આવેલા કચ્‍છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો.

ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સંસ્‍મરણોના વીડિયો પણ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ નિહાળ્‍યા હતા.

આ તકે રાષ્‍ટ્રપતિશ્રીએ ‘‘આશાનું ગીત''રજૂ કરનારા કચ્‍છના કલાકારોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન રાષ્‍ટ્રપતિશ્રીની સાથે ગુજરાત રાજ્‍યના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી, કચ્‍છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, કચ્‍છ જિલ્લા કલેક્‍ટર અમિત અરોરા, નાયબ કલેક્‍ટર અનિલ જાદવ અને ભગીરથસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિヘયિન સહિતના અધિકારીશ્રીઓ સાથે જોડાયા હતા.

(10:58 AM IST)