તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
નરેન્દ્રભાઇ મોદી કાલે સાસણમાં
રાત્રિ રોકાણ કરી સોમવારે સિંહ દર્શન કરશે એસપીજી કમાન્ડો ઉપરાંત ૮ એસપી, ૧૫ ડીવાયએસપી, ૩૦ પીઆઈ સહિત પોલીસનો બંદોબસ્ત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૧: ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાસણનાં પ્રવાસે આવી રહ્યા છે. જેને લઇ તેઓની સુરક્ષા માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રનાં પ્રવાસનો પ્રારંભ મોદી આજે રાત્રે જામનગર ખાતેથી કરશે. ત્યાંના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરી રવિવારે વહેલી સવારે રિલાયન્સ ખાતે વનતારાની મુલાકાત લેશે અને બપોરે ભોજન લીધા બાદ સીધા સાસણ જવા રવાના થશે. અહીં તેઓ સિંહ દર્શન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે એસપીજી કમાન્ડો ઉપરાંત ૮ એસપી, ૧૫ ડીવાયએસપી, ૩૦ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧૦૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ૧૨૦૦ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સાસણ ખાતે રાત્રી રોકાણ કરી સોમવારે વહેલી સવારે તેઓ સોમનાથ જવા રવાના થશે. સોમનાથ ખાતે દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગળહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. બપોરે સોમનાથ ખાતે ભોજન લીધા બાદ તેઓ સીધા રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે ૨:૩૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.(૩૮.૧૧)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
