તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
લાખાબાવળમાં વાડામાં રાત્રીના જંગલી પ્રાણી આવી જતાં ડરના માર્યા ૩૦ પશુઓના મૃત્યુ
માલધારી પરિવારના ૨૨ ઘેટા અને ૮ બકરાના મળત્યુ થયાઃ તબીબો દ્વારા પી.એમ. કરાર્યું: ૮ ને બચાવાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. ૧: તાલુકાના લાખાબાવળ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બુધાભાઈ ભુરાભાઈ રબારી નામના માલધારી કે જેઓના વાડામાં ૩૮ જેટલા ઘેટા બકરા રાખવામાં આવ્યા હતા, જ્યાં પરમદિને રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં કોઈ જંગલી પ્રાણી આવી જતાં ડરના માર્યા ૨૮ ઘેટા અને ૮ બકરા સહિત ૩૦ પશુઓના મોત થયા ના અહેવાલ મળ્યા છે. જ્યારે આઠ પશુઓને સ્થળ પર જ પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે.
પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, અને ઘેટા બકરાના મળત્યુનું કારણ જાણવા માટે વેટરનરી તબીબો ની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.
જામનગર જિલ્લાના વેટરર્નરી ડોક્ટર તેજસ શુકલા ના માર્ગદર્શન હેઠળ એક ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને પશુઓના મળત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થળપરજ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૨૨ ઘેટા અને ૮ બકરા ના મળત્યુ થયાનો અહેવાલ મળ્યો હતો. જેમાં કેટલાક પશુના ગળાના ભાગમાં ઇજાના નિશાન જોવા મળ્યા હોવાથી કોઈ જંગલી પ્રાણી આવ્યું હોવાના કારણે આ બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, આ ઉપરાંત ડરના માર્યા બાકીના પશુઓ મળત્યુ પામ્યા હોવાનું પણ પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા તારણ કાઢવામાં આવ્યું છે.
ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા અનુસાર ઝરખ અથવા તો તે પ્રકારનું જંગલી પ્રાણી અચાનક આવી જતાં ઘેટાં બકરાઓના ભયના માર્યા મળત્યુ થયા હોવાનું અનુમાન લગાવાયું છે. જેથી જંગલી પશુના ફૂટ પ્રિન્ટ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત પંચકોશી બી. ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પણ સમગ્ર મામલામાં તપાસ થઈ રહી છે.
પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ નો રિપોર્ટ સુપ્રત કરાયા બાદ વનતંત્ર દ્વારા પશુ માલિકને વળતર આપવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.(૬.૯)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
