તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
રાજકોટ જીલ્લામાં વર્લીના જુગાર ઉપર પોલીસની ઘોંસ : ૭ શખ્સો પકડાયા
ગોંડલમાં ૩, જસદણમાં ર, ઉપલેટા અને વિરપુરમાં વરલીના આંકડા લેતા ર શખ્સો ઝડપાયા

રાજકોટ, તા., ૧: જીલ્લામાં વરલીના જુગાર ઉપર પોલીસે ઘોંસ બોલાવી અલગ-અલગ ૭ દરોડામાં ૭ શખ્સોને વરલીના આ઼કડા લેતા પોલીસે ઝડપી લીધા હતા.
ગોંડલમાં બસ સ્ટેશન પાસે જાહેરમાં વરલીના આંકડા લેતા અખ્તર અશરફભાઇ મુળીમાં અને જેતપુર રોડ ઉપર ત્રણ ખુણીયા પાસે વરલીના આંકડા લેતા સાહિલ ફિરોઝભાઇ સેતા તથા અકરમ ઉર્ફે બકરો અબ્દુલભાઇ દોઢીયાને વરલીના સાહિત્ય અને રોકડ રકમ સાથે બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.
જસદણમાં જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલીના આંકડા લેતા ઉસ્માન ઇસ્માઇલભાઇ પરમાર તથા જયેશ રમેશભાઇ લઘુમને વરલીના સાીહત્ય અને રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા. તેમજ ઉપલેટા પોલીસે મુસ્તાક બાબુભાઇ સિપાઇને ઉપલેટા ધોરાજી દરવાજા પાસેથી અને વિરપુર પોલીસે વિરપુર બસ સ્ટેન્ડ પાસે વરલીના આંકડા લેતા દિલસુખ રવજીભાઇ સોલંકીને વરલીના સાહિત્ય અને રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૪.૨૮)
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
