<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

સરધારના સર ગામે નરસીભાઇ રાઠોડને પિતા-ભાઇએ માર માર્યો

રાજકોટ તા. ૧: સરધાર નજીકના સર ગામે રહેતાં નરસીભાઇ નાથાભાઇ રાઠોડ (ઉ.વ.૪૯)ને રાતે પિતા નાથાભાઇ અને ભાઇ નાગજીભાઇએ મારકુટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. નરસીભાઇએ કહ્યું હતું કે મિલ્‍કતના કબ્‍જા બાબતે માથાકુટ કરી તેમના પર હુમલો કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:05 PM IST)