હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 2nd March 2025
નરેન્દ્રભાઈના બંદોબસ્તમાં અભયસિહ ચુડાસમાને મહત્વની જવાબદારી: ગીર સોમનાથ માટે અજય ચોધરીની વિશેષ પસંદગી

રાજકોટ: સૌરાષ્ટની મુલાકાતે આવેલ વડા પ્રધાન નરેન્દ્રભાઈની સુરક્ષા માટે એડી.ડીજી લેવલના આઇપીએસ અભયસિહ ચુડાસમાને સામેલ કરી તેમને મહત્વની જવાબદારી સુપ્રત કરી છે. અત્રે એ યાદ રહે કે આ આઈપીએસ દ્વારા પોતાના પદ પરથી રાજીનામુ આપેલ છે, પણ સરકાર દ્વારા તેમનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.
આ પહેલા આઇપીએસ અમિત વિશ્વકર્માને પણ મહત્વની જવાબદારી સુપ્રત કરેલ, પરંતુ અનિવાર્ય કારણોસર તેઓ ઉપસ્થિત રહી શકે તેમ નથી.
ગીર સોમનાથના મહત્વના પોલીસ બંદોબસ્ત માટે આઇપીએસ એડી ડીજી લેવલનાં અજય ચોધરી જેવા અનુભવીનો પસંદગી થતાં તેઓ પણ ગીર સોમનાથ પોહચી ગયા છે.
વડાપ્રધાનના બંદોબસ્તમાં આઇપીએસ અભયસિહ ચુડાસમાને મહત્વની જવાબદારી.સીઆઈડીનાં એડી ડીજી અજય ચોધરીને પણ પીએમ બંદોબસ્ત માટે ખાસ પસંદગી થતાં ગીર સોમનાથ પોહચી ગયા.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
