<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

નરેન્‍દ્રભાઇ સોમનાથ દાદાનાં ચરણોમાં શિશ ઝૂકાવશેઃ રાત્રિ રોકાણ સાસણ કરશે

જામનગરઃ જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લીધી. બપોર સુધી PM મોદી વનતારા ખાતે રહેશે જે બાદ તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે.

આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી વનતારા પહોંચ્યા હતા. જે બાદ વડાપ્રધાન સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જશે. સોમનાથ બાદ આજે સાંજે સાસણ જશે, જ્યાં રાત્રી રોકાણ બાદ આવતીકાલે રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.

(3:39 PM IST)