હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 2nd March 2025
પોરબંદરના રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનશેઃ કેન્દ્રીય મંત્રી માંડવિયા
પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા અનેં ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ ઓલ વેધર પોર્ટનું નિરીક્ષણ કર્યું

પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા અનેં ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ ઓલ વેધર પોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. બે દિવસીય પોરબંદર મતવિસ્તારની મુલાકાત દરમિયાન માંડવીયા અને મોઢવાડીયા મહત્વના સ્થળોનું કરી રહ્યા છે જાત નિરીક્ષણ. આવનાર દિવસોમાં પોરબંદરમાં મોટા ઉદ્યોગ લાવવા માટે કેન્દ્રીય મંત્રી માંડવીયા પ્રયાસ કરી રહ્યાં છે.
પોરબંદર રેલવે યાર્ડ નહીં હોવાથી લાંબા અંતરની ટ્રેન માટે મુશ્કેલીની વાતનો કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીએ સ્વીકાર કર્યો હતો. જો કે, પોરબંદરથી 15 કિમી રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનાવવાની દરખાસ્ત રેલવે વિભાગેને કરી છે. ટુંક સમયમાં રાણાવાવમાં રેલવે યાર્ડ થશે કાર્યરત તેમ માંડવિયાએ જણાવ્યું હતું. આજે ઓલવેધર પોર્ટની મુલાકાત નિરીક્ષણ બાદ જી.એમ.બીની ટગ બોટમાં સમુદ્રી સફર કરી નિરીક્ષણ કર્યું હતું.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
