તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd March 2025
અંજારમાં 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ અશક્ત માતા પર બળાત્કાર ગુજાર્યો :નરાધમની ધરપકડ
દુષ્કર્મની ઘટનામાં વૃધ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજા: ભોગ બનનાર જનેતાને બ્રેઈન સ્ટ્રોક આવતા હેમરેજ થયું :અતિ નાજુક હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભુજ ;માતા પુત્રના સંબંધને લાંછન લગાવતો કિસ્સો કચ્છથી સામે આવ્યો છે. અંજારમાં 50 વર્ષના હવસખોર પુત્રએ 80 વર્ષની વૃદ્ધ અશક્ત પોતાની જ માતા પર દુષ્કર્મ આચર્યું. આ સાથે નરાધમ પુત્રએ તેમની માતાને માથા પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાને લઇ હાલ વૃધ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજૂક હાલતમાં સારવાર હેઠળ છે.
એક તરફ દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન કચ્છના અંજાર અંજાર નજીક આવેલા એક ગામમાં ગુરુવાર 27 ફેબ્રુઆરીની રાત્રે 9 વાગ્યાના અરસામાં સગા પુત્રએ પોતાની જ માતા પર દુષ્કર્મ આચર્યું. વૃદ્ધાની બૂમો સાંભળીને પાડોશી તથા સંબંધીઓ ઓ દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડ્યો હતો. ઘરની અંદરનાં દ્રશ્યો જોઈને પાડોશીઓ પર ધ્રૂજી ઊઠ્યા હતા. પાડોશીઓએ વૃદ્ધાને બચાવી પોલીસને જાણ કરી હતી.
દુષ્કર્મની ઘટનામાં વૃધ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભોગ બનનાર જનેતાને બ્રેઈન સ્ટ્રોક આવી જતાં હેમરેજ થયું અને તે અતિ નાજુક હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નરાધમ પુત્રની ધરપકડ કરી હતી. દુષ્કર્મ આચારનાર આરોપી પુત્ર નશાની હાલતમાં હતો. પોલીસે તેની વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
