તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 3rd March 2025
ત્રિવેણી સંગમ ઘાટ ‘સંગમ આરતી' કરતા કલેક્ટર

પ્રભાસપાટણઃ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી' કરી હતી. નદીની મધ્યમાં તીર્થ પુરોહિતોની સુમધુર વૈદિક ઋચાઓના ઉચ્ચારણ અને ઋષિ-મહંતો સાથે આદ્યાત્મિક માહોલમાં આરતી સંપન્ન કરી હતી. જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે, તે જ રીતે કલેક્ટરશ્રીએ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર વેદની ઋચાઓના ગાન સાથે આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ‘સંગમ આરતી' કરી હતી. આ ‘સંગમ આરતી' દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મુછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, જનપ્રતિનિધિઓ, અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ખોડિયાર આશ્રમના મહંત રાજહંસગીરીજી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
