<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સુરેન્‍દ્રનગર, વઢવાણ, ગુજરવદી, જયોતીપરા-છારદ, પીપળી, ધ્રાંગધ્રા , થાન, ચોટીલામાં જુગારની રેડ ૩૫ શખ્‍સો ઝડપાયાઃ ૬ ફરાર

વઢવાણ તા.૩: સુરેન્‍દ્રનગરની દેશળભગતની વાવ વિસ્‍તારમાં મંદિર પાસે અમુક શખ્‍સો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે રેડ કરી હતી.

જેમાં વિશાલ ખોડાભાઈ બોહરીયા, રમજાન નુરમહમદભાઈ કટીયા, સુરેશ સોંડાભાઈ ભંકોડીયા, વિજય કાનાભાઈ સીંધવ, ભરત ખાટાભાઈ સરવૈયા, રજાક ઈબ્રાહીમભાઈ મોવર અને યુવરાજ નાંગભાઈ ખાચર રોકડા રૂ. ૨૧,૨૫૦, ૭ મોબાઈલ સહિત કુલ રૂ. ૫૧,૭૫૦ની મત્તા સાથે પકડાયા હતા. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને ગુજરવદીની સીમમાં ઘનશ્‍યામભાઈ જહાભાઈ કોળીએ ભાગવી રાખેલ વાડીમાં વરીયાળી અને લીંબુડીના ઉભા પાકમાં અમુક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ચમન ગોવિંદભાઈ કમેજરીયા, વિપુલ નારાયણભાઈ દલસાણીયા રોકડા રૂ. ૧૨,૫૫૦ સાથે ઝડપાયા હતા. આ દરોડામાં પ્રવીણ ઈશ્વરભાઈ પટેલ, અયજ પ્રવીણભાઈ પટેલ, પ્રકાશ ધીરૂભાઈ પટેલ, ઈલ્‍યાસ બાબુભાઈ ઘાંચી, અંકીત ડાયાભાઈ ધુમલીયા ફરાર થઈ ગયા હતા. બીજી તરફ લખતરના જયોતીપરા ગામે ગંજીપાનાનો જુગાર રમતા ગણેશ ચમનભાઈ બારૈયા, અરવિંદ વજાભાઈ ઝાંપડીયા, બાબુ દેવાભાઈ ઝાંપડીયા, કાંતી ધરમશીભાઈ જમોડ, કેશા છેલાભાઈ જાંબુકીયા અને નાથા ઝવેરભાઈ ઝાંપડીયા રોકડા રૂ. ૧૧,૭૪૦ સાથે પકડાયા હતા. અને લખતરના છારદ ગામે ગંજીપાનાનો જુગાર રમતા ધનજી પોપટભાઈ ઉપદળા, ગોવિંદ લાલજીભાઈ મેણીયા, કાસમ રહેમતખાન પઠાણ, ભાથી કાશીરામભાઈ વસ્‍તાણી અને દાના લખમણભાઈ ભરવાડ રોકડા રૂ. ૪,૮૪૦ સાથે ઝડપાયા હતા. આ દરોડામાં ટીકા ભીખાભાઈ ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત બજાણા પોલીસે પેટ્રોલિંગમાં પીપળી ગામે રેડ કરી હતી. જેમાં મહમદ કરીમખાન મલેક, લાલા મફાભાઈ ચૌહાણ, તાજાજી બાનાજી મલેક, અબ્‍દુલખાન અહેમદખાન મલેક અને મહમદખાન મુરીદખાન મલેક જુગાર રમતા રોકડા રૂ. ૨૭૮૦ સાથે ઝડપાયા હતા. જયારે ચોટીલાના પીયાવા ગામના બોર્ડ પાસેથી વરલી મટકાનો જુગાર રમતા રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ઢેઢુકીનો વેદા ઘુસાભાઈ સાકરીયાને રોકડા રૂ. ૧૦,૩૨૦ અને મોબાઈલ સાથે એલસીબી ટીમે ઝડપી લીધો હતો. જયારે એલસીબી ટીમે દસાડાના ખારાઘોઢામાંથી હુસેન અબ્‍બાસભાઈ મોવરને વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂ. ૧૦,૪૯૦ સાથે પકડી પાડયો હતો. આ ઉપરાંત દસાડાના ઝીંઝુવાડામાંથી અશોકસીંહ ભારૂભા ઝાલા, સુરેન્‍દ્રનગરના મફતીયાપરામાંથી દીપક લાલજીભાઈ નાકીયા, સુરેન્‍દ્રનગરના મેળાના મેદાનમાં હીરા કાળુભાઈ ગળીયા, પાટડીના નવા દરવાજા પાસેથી ચુંડા દાનાભાઈ મુંજપરા, વઢવાણના બારીરોડ પરથી મુકેશ મફાભાઈ ખાખરોડીયા, ધ્રાંગધ્રાના નવયુગ સીનેમા પાસેથી રમેશ ચતુરભાઈ ચાવડા, સુરેન્‍દ્રનગરના પતરાવાળી ચોક પાસેથી પ્રેમજી ઉર્ફે બાબુ સવાભાઈ વાઘેલા, થાન નેશનલ કાંટા પાસેથી વિજય શકરાભાઈ પટણીવરલી મટકાનો જુગાર રમતા પકડાયા છે.(૩૮.૯)

(10:37 AM IST)