તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 3rd March 2025
સોમનાથમાં વડાપ્રધાનનું બે કલાક મોડું આગમન થયું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: સોમનાથ મંદિરે દર્શન કરવા માટે વડાપ્રધાન બે કલાક મોડા પહોંચતા દર્શનાર્થીઓ સહિત અનેકને મુશ્કેલી પડેલ હતી. લોખંડી બદોબસ્ત હોવાના કારણે સ્થાનીકો તથા યાત્રીકો ને ગીતા મંદિર ત્રીવેણી મહાપ્રભુજીની બેઠક જવામાં મુશ્કેલી પડેલ હતી દર્શન વખતે કોઈને પણ પ્રવેશ અપાયેલ ન હતો ટ્રસ્ટીઓ તેમજ અધિકારીઓ એસપીજી તેમજ પુજારીઓ હાજર રહેલ હતા.
સોમનાથ દર્શનાર્થે વડાપધાન નરેન્દ્ર મોદી બપોરે ૨ વાગ્યે આવવાના હતા પણ તે ૪.૧૫ મીનીટ સવા બે કલાક મોડા આવેલ હતા જેથી અનેક સમસ્યાઓ સર્જાયેલ હતી કોનવ જયાંથી પસાર થવાનો હતો ત્યાં રોડ ઉપર મોટરસાઈકલો, મોટરકાર, રાહદારીઓને પણ જવા દવામાં આવતા ન હતા રામ મંદિર યોજાયેલ કાર્યક્રમ બંધ રખાયેલા હતા.
સોમનાથ મંદિરે દર્શન પુજા વખતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ અધિકારીઓ,પુજારીઓ તેમજ ફકત એસપીજીની હાજરી હતી સંસ્કળત પાઠશાળા ના બાળકો નત્ય મંડપ માં હાજર રહેલ હતા દર્શનાર્થીઓ સ્થાનીકો રોડ ઉપર ઉભા હતા તેને હાથ હલાવીને અભિનંદન કરેલ હતા ફક્ત ૧૭ મીનીટ ના કાર્યકમ માં ૧૭ કલાક સુધી દરેક વિભાગ સ્ટેન્ડ ટુ રહેલ હતો.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
