તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
કચ્છમાં બે ડમ્પર અથડાતા ચાલકનું મોત, સોમનાથ એસટી
બસનો અકસ્માત એક્ટિવાને જુનાગઢના ટ્રેઇલરે ઉલાળતા મા

ભુજ તા. ૩ :.. જે રીતે કચ્છના રાજમાર્ગો લોહિયાળ બની રહ્યા છે એ જોતા અકસ્માત કેમ અટકાવવા એના માટે હવે સરકારે પોતાના વિભાગોને કડક બનાવવાની જરૂર છે. દરરોજ કયાંક ને કયાંક અકસ્માત જાનલેવા બની રહ્યા છે.
સફેદ રણ અને કાળો ડુંગર જેવા પ્રવાસન ધામ તરફ થઈ રહેલા ઔદ્યોગિક વિકાસ વચ્ચે ઓવરલોડ ડમ્પર અને પ્રવાસીઓની હેરફેર કરતા ખાનગી વાહનોની સંખ્યા વધી છે. આ માર્ગ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો હતો બે મહાકાય ડમ્પરો ભુજ ખાવડાને જોડતા હાઇવે ઉપર રુદ્રાણી પુલ પાસે અથડાયા હતા.
જોરદાર ધડાકા સાથે થયેલ ટક્કરમાં એક ચાલક ૪૦ વર્ષીય અજયસિંગ રામસિંગનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ધોરડો ટેન્ટ સીટીમાં કેટરિંગ કોન્ટ્રાક્ટ ચલાવતા અમદાવાદના અશ્વિન મણીલાલ માલવણીયા એક્ટિવા ઉપર ધોરડોથી ભુજ આવી રહ્યા હતા ત્યારે વેકરિયા રણ પાસે ટ્રેઇલરે ઉલાળતા અશ્વિનભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ નાસી છૂટનાર ટ્રેઈલર ચાલક વંથલી જૂનાગઢના મુકેશ શાંતિલાલ ચાવડા પોલીસમાં હાજર થતાં કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. ત્રીજા બનાવમાં નખત્રાણાથી સોમનાથ જતી બસ ગાંધીધામ ચોપડવા પાસે પહોંચી ત્યારે રોંગ સાઈડમાં આવતી ટ્રકે બસ ને ટક્કર મારી હતી. સદ્દભાગ્યે પ્રવાસીઓનો બચાવ થયો હતો
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
