<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

બેટ દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્‍સવના દર્શનના સમયમાં ફેરફારઃ યાદી જાહેર

ઓખાઃ શ્રી દ્વારકાધીશજી મંદિર બેટ માં શ્રી ફૂલડોલ ઉત્‍સવ તથા વ્‍હિતિયા પાટોત્‍સવ નાં કારણે દર્શન નાં સમય માં ફેરફાર થશે જે આ મુજબ છે. (૧) ફાગણ સુદ ૧૫, શુક્રવાર તા. ૧૪.૩.૨૦૨૫: ફૂલડોલ ઉત્‍સવ

૧. શ્રી ઠાકોરજી નાં ડોલોત્‍સવ નાં દર્શન બપોરે ૧૧:૩૦ થી ૧૨:૦૦ વાગ્‍યા સુધી (૨) ફાગણ વદ ૧, શનિવાર તા. ૧૫.૩.૨૦૨૫: વ્‍હિતિયા પાટોત્‍સવ ૧. શ્રી ઠાકોરજી ની મંગલા આરતીઃ સવારે ૭:૩૦ વાગ્‍યે ૨. શ્રી ઠાકોરજી ની મોર આરતીઃ સવારે ૮:૦૦ વાગ્‍યે ૩. શ્રી ઠાકોરજી ની શ્રૃંગાર આરતીઃ બપોરે ૧૧:૩૦ વાગ્‍ય ે૪. શ્રી ઠાકોરજી ની મધ્‍યાન આરતીઃ બપોરે ૧૨:૦૦ વાગ્‍યે ૫. શ્રી ઠાકોરજી ને મીઠાજળઃ બપોરે ૧:૦૦ વાગ્‍યે (આ સમયે તમામ શ્રીમંદિરો બંધ રહેશે) ૬. શ્રી ઠાકોરજી નાં ઉત્‍થાપનઃ  સાંજે ૪:૩૦ વાગ્‍યે,૭. શ્રી ઠાકોરજી નાં શયનઃરાત્રે ૮:૦૦ વાગ્‍યે ઉપર મુજબ દર્શનનો ક્રમ રહેશે, જેની દરેક વૈષ્‍ણવ જનતા એ નોંધ લેવા વિનંતી કરાઇ છે.શ્રી બેટ દેવસ્‍થાન સમિતિ દ્વારા  આ યાદી જાહેર કરવામાં આવી છે. (આલાપ ભરતભાઈ બારાઈ - ઓખા)

(12:08 PM IST)