<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

જામનગરમાં ટ્રેન નીચે અજાણ્‍યા શખ્‍સનું મોત જામજોધપુરના વનાણાના આઘેડનું અકસ્‍માતે મોત

 

જામનગર, તા.૩: અહીં પટેલ કોલોની ૧૧/૧, લક્ષ્મીધારા એપાર્ટમેન્‍ટ ફલેટ નં.૪૦ર  માં રહેતા ચારું રંજન સી.એલ.પાંડે, ઉ.વ.પ૪ વાળા એ સીટી ઁસીઁ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  કોઈ અજાણ્‍યો પુરૂષ, ઉ.વ.આ.૩૦ થી ૪૦ વાળો બાવરીવાસ, ખુલ્લા ફાટક પાસે રેલવે કોલ નં.૪ર૯/૧૭ પાસે રેલવે પાટા પર ટ્રેન સામે ઉભો રહી જતા શરીરે ગંભીર ઈજા થતા માસના લોચા નીકળી જતા ટ્રેનની હડફેટે આવી જતા મૃત્‍યુ પામેલ છે.

જામનગર : જામજોધપુર તાલુકાના વનાણા ગામે રહેતા રૂડીબેન મુરૂભાઈ દુદાભાઈ બેરા, ઉ.વ.૪પ વાળા એ જાહેર કરેલ છે કે, મુરૂભાઈ દુદાભાઈ બેરા, ઉ.વ.પ૦ વાળા પોતાનુ મોટરસાયકલ લઈને જામજોધપુર થી વનાણા પોતાના ઘરે જતા હોય તે દરમ્‍યાન રસ્‍તામાં રખડતા ઢોર આડા ઉતરતા મોટર સાયકલ સ્‍લીપ થતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવારમાં જી.જી.હોસ્‍પિટલ જામનગર ખાતે દાખલ કરતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે

(2:11 PM IST)