તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
માળીયા મિંયાણામાં પાયાની સુવિધાઓના હકક માટે લડતા અમરણાંત આંદોલનના ઉપવાસી ઝુલફીકાર સંધવાણીની તબીયત લથડતા સારવાર માટે ખસેડાયા

( રજાક બુખારી)મોરબીઃ જિલ્લાના માળીયા મિંયાણા મામલતદાર કચેરી તાલુકા સેવા સદનના અન્યાયી સ્થળાંતરણ અને પાયાની સુવિધાઓ સામે ચાલી રહેલા આંદોલન અંતર્ગત ઝુલ્ફીકાર સંધવાણી છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હડતાળ પર હતા તેમની તબિયત અત્યંત નાજુક બની જતા માળીયા મિયાણા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું આંદોલન તાલુકા સેવા સદન મામલતદાર કચેરીને અન્ય જગ્યા પર સ્થળાંતરણ અને માલિયા મિયાણા શહેર સાથે કરવામાં આવતી અવગણનાના વિરોધમાં છે. વારંવાર રજૂઆતો છતાં, જિલ્લા તંત્ર અને રાજકીય દબાણ હેઠળ રહેલા અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે કોઇ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. આમ એક શાંતિપૂર્ણ અને લોકશાહી અધિકાર માટે લડતા વ્યક્તિના આરોગ્યની હાલત ગંભીર બનવા છતાં પ્રશાસન સંપૂર્ણ રીતે નિષ્ક્રિય છે. અને આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરવા અપિલ કરાઇ છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
