News of Monday, 3rd March 2025
પોરબંદરના સેવાભાવી પ્રવિણભાઇ આયોજિત સમૂહ લગ્નને બિરદાવતા ડો.મનસુખભાઇ
સમૂહ લગ્ન સાંજીના ગીત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઃ ડો. મનસુખભાઇની પ્રેરણારૂપી ઉપસ્થિતિઃ નવદંપતીઓને આશીર્વાદ

પોરબંદર, તા.૩: શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રિય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા ચોપાટી ખાતે પાયોનિયર ક્લબ દ્વારા આયોજિત સમૂહ લગ્ન અંતગર્ત સાજીના ગીત કાર્યક્રમમાં પ્રેરક હાજરી આપી હતી અને સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને મંત્રીશ્રીએ સુખી દાંમ્પત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. અને કેન્દ્રીય મંત્રીશ્રીએ પાયોનીયર ક્લબ આયોજિત સમૂહ લગ્ન માટે પ્રવીણભાઈ ખોરાવાએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેને બિરદાવી શુભેરછાઓ પાઠવી હતી.
સમૂહ લગ્નમાં રાજ્યસભા સાંસદ શ્રી રામભાઇ મોકરિયા,પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા,પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,પોરબંદર જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશ પટેલ, નગરપાલિકાના માજી પ્રમુખપંકજભાઈ મજીઠીયા, રામદેભાઈ મોઢવાડીયા, લાખણસીભાઈ ગોરાણીયા, ખીમજીભાઇ મોતીવરસ, નિલેશભાઈ મોરી, સરજુભાઈ કારીયા, અશોકભાઈ મોઢા, લખમણભાઇ ઓડેદરા, રાજભા જેઠવા,નવઘણભાઇ મોઢવાડિયા, સામતભાઇ ઓડેદરા, મનીષભાઈ સિંધવ,ડિસ્ટ્રિક ચેમ્બરના આગેવાન અનિલ કારીયા સહિતનાં અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહયા હતા.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
