News of Tuesday, 4th March 2025
કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા દ્વારા વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ
૩૦થી વધુ વાહનો ડીટેઇન, અનેક વાહનો સામે આરટીઓના નિયમ ભંગની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : ગઈકાલે સાંજના છ કલાકના આરસામાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા દ્વારા સામખિયાળી પાસે થી પસાર થતા ઓચિંતા સરપ્રાઈઝ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સામખિયાળી પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામ પ્રકારના વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને નાના-મોટા ૩૦થી વધુ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને અનેક વાહનોને ટ્રાફિક નિયમન ભંગ કરનારા વાહનોની સાથે સાથે સાડા પાંચ નંબર પ્લેટ વગરના વાહનોને એનસી તેમજ ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે એન આ કામગીરી માં પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવી તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે જોડાઈ હતી અને આ કામગીરી કરવામાં આવી હતી. વધુમાં આઈજી ચિરાગ કોરડીયા દ્વારા પોલીસ કર્મચારીઓને ટ્રાફિક નિયમનની કામગીરી માટે વધુ માર્ગદર્શન પાઠવ્યું હતું અને નંબર પ્લેટ વગરના વાહનો અને આરટીઓના નિયમનો ભંગ કરતા વાહનો માટેના વધુ કડક કાર્યવાહી માટે ના પણ સૂચનો આપવામાં આવ્યા હતા.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
