<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

‘‘કાવ્‍યવિશ્વ.કોમ'' આયોજિત લતા હિરાણીના સાત પુસ્‍તકોના વિમોચનનો કાર્યક્રમ યોજાયો

ભાવનગર તા.૪‘‘કાવ્‍યવિશ્વ.કોમ'' આયોજિત લતા હિરાણીના સાત પુસ્‍તકોના વિમોચનનો કાર્યક્રમ ગુજરાત વિશ્વકોશ ભવનમાં યોજાઈ ગયો. કાર્યક્રમમાં મહેમાનોનું સ્‍વાગત નિસર્ગ હિરાણીએ કર્યું.

આ પુસ્‍તકો છે, ગુર્જર પ્રકાશન પ્રકાશિત ૧. ઊગ્‍યું રે અજવાળું (ગીત સંગ્રહ) ૨. સાવ કોરો કાગળ (અછાંદસ કાવ્‍યસંગ્રહ) ૩. તાકધિનાધીન (બાળラકિશોર નાટક) ૪. વ્‍હાલનું વાવેતર (બાળઉછેર) ૫. ભાવધારા (ચિંતનાત્‍મક લેખો) તથા નેશનલ બુક ટ્રસ્‍ટ પ્રકાશિત ૬. કેવો ગડબડ ગોટાળો (અનુવાદ) ૭. ઉઠિયાની આંખ (અનુવાદ).

પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી પ્રવીણ દરજી, ગુજરાત સાહિત્‍ય અકાદમીના અધ્‍યક્ષ  ભાગ્‍યેશ જહા, વિખ્‍યાત કવિ  વિનોદ જોશી, જાણીતા ગાયિકા  ફાલ્‍ગુની શશાંક અને મનુભાઈ શાહના હસ્‍તે આ પુસ્‍તકોનું વિમોચન થયું.

કાર્યક્રમમાં ગુજરાતનાં ખ્‍યાતનામ ગાયકો  સૌમિલ મુનશી અને  આરતી મુનશી, ડો. પ્રદીપ ખાંડવાળા, ગુજરાતી સાહિત્‍ય પરિષદના પૂર્વપ્રમુખ  પ્રકાશ ન. શાહ, સાહિત્‍યકારો  પ્રીતી સેનગુપ્તા,  ફુલ્લ રાવળ,  કિરીટ દૂધાત,  ભગવાનદાસ,  નિસર્ગ આહીર,  ભીખેશ ભટ્ટ, કવિ  પ્રતાપસિંહ ડાભી, કવિઓ  તેજસ દવે, જયંત ડાંગોદરા,  મનીષ પાઠક,  અનિતા તન્ના,  ગિરિમા ઘારેખાન,  કલ્‍પના રઘુ,  હરીશ ખત્રી, કવયિત્રીઓ  દક્ષા પટેલ, ભાર્ગવી પંડ્‍યા, ગોપાલી બુચ, રેણુકા દવે અને અનેક સાહિત્‍યકારો તથા સાહિત્‍યપ્રેમીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

મહાનુભાવોના વક્‍તવ્‍ય પછી લતાબહેનના પુત્ર પાર્થ હિરાણીએ પોતાની મમ્‍મીની સાહિત્‍ય અને જીવન યાત્રાનો ઓડિયો વિઝયુયલ માધ્‍યમ દ્વારા સુંદર પરિચય આપી સભાજનોને ખુશ કરી દીધા. અંતમાં લતા હિરાણીએ પોતાનો પ્રતિભાવ આપતા પોતાની ભાવનાઓ રજૂ કરી. ત્‍યારબાદ ખૂબ જાણીતા ગાયિકા ફાલ્‍ગુની શશાંકે લતા હિરાણીના ગીત સંગ્રહ ‘ઊગ્‍યું રે અજવાળું'ના પાંચ ગીતોની પ્રસ્‍તુતિ કરી હતી.(૩૮.૭)

(10:17 AM IST)