<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

હળવદમાં તળાવ પાસે ની ઝૂંપડપટ્ટીનું ડિમોલિશનઃ૨૦ ઝૂંપડાઓ હટાવાયાઃ ૬૦ જેટલા ઝૂંપડાઓને બે દિવસનો સમય અપાયો

(દીપક જાની દ્વારા) હળવદ તા.૪:  હળવદની હરીદર્શન ચોકડી નજીક ઝૂંપડપટ્ટી વિસ્‍તાર આવેલો છે. જેમાં ૮૦ જેટલા ઝૂંપડાઓ છે. આ વિસ્‍તાર તળાવની બાજુમાં આવેલો હોય, ચોમાસામાં ત્‍યાં પાણી પણ આવતું હોય છે. તેવામાં આ ઝૂંપડાઓનું ડીમોલેશન કરવા પાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ૨૦ જેટલા ઝૂંપડાઓ હટાવી દેવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ સ્‍થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. અને જે સી બી ની સૂઈ ગયા હતા જેને પગલે ૬૦ જેટલા ઝૂંપડાઓનું ડીમોલેશન મોકૂફ રાખી દેવામાં આવ્‍યું હતું. હવે ચીફ ઓફિસર દ્વારા પ્રાંત અધિકારી પાસે સમય માંગવામાં આવ્‍યો છે. બે દિવસ બાદ ફરી ડીમોલેશન કરવામાં આવે તેવી શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.(૩૮.૮)

(10:17 AM IST)