News of Tuesday, 4th March 2025
હિમપ્રપાત તથા અકસ્માતના મૃતકોને પૂ. મોરારીબાપુની શ્રદ્ધાંજલીઃ પરિવારજનોને સહાય

રાજકોટ, તા. ૪: વૈશ્વિક પર્યાવરણ બદલતું જાય છે. એ અનુસંધાને ઉત્તરાખંડમાં તાજેતરમાં ચમોલી વિસ્તારમાં ભયંકર હિમવર્ષા થઈ. એ વિસ્તારમાં ટનલનું કામ ચાલતું હતું અને અચાનક આવેલા હિમપ્રપાતમાં ૫૭ જેટલાં લોકો બરફમાં દટાઇ ગયા હતા. ભારતીય સેનાના જવાનોની મહેનતને કારણે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ લોકોના મોત નીપજ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ પરિવારોને રૂપિયા ૧,૨૫,૦૦૦ની સહાયતા અર્પણ કરી છે. આ રકમ ઉત્તરાખન્ડ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે.
બે દિવસ પહેલા લીમડી નજીક રળોલ ગામમાં આગ લાગતાં ચાર લોકોનાં મોત થયાં છે. એમનાં પરિવારને પણ રૂપિયા ૬૦,૦૦૦ ની રાશિ અર્પણ કરવામાં આવી છે. ધારી તાલુકામાં એક ગામમાં મધ્યરાત્રીએ શ્રમિક પરિવારના બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. એ બાળકના પરિવારને ૧૫.૦૦૦ ની સહાયતા અર્પણ કરી છે. કુલ મળીને રૂપિયા બે લાખની આ વીત્તજા સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણભાઈ દ્વારા કરવામાં આવશે. પૂજ્ય બાપુએ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તેમ જયદેવભાઇ માંકડ તલગાજરડા એ જણાવ્યું છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
