News of Tuesday, 4th March 2025
ચરાડવા જીઇબી ઓફિસમાં બેભાન થઇ જતાં કર્મચારી ભૂપતભાઇનું મૃત્યુ
બ્લડપ્રેશર વધી ગયાનું પરિવારજનોનું કથનઃ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૪: હળવદના ચરાડવા ગામે રહેતાં ભુપતભાઇ લાભુભાઇ થારેસા (ઉ.વ.૫૦) ગત ૨૪/૨ના બપોરે ચરાડવામાં જીઇબીની ઓફિસમાં નોકરીએ હતાં ત્યારે બેભાન થઇ જતાં ચરાડવા, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર ભુપતભાઇ ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે જીઇબીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. ચાલુ નોકરીએ બ્લડપ્રેશર હાઇ જતાં બેભાન થઇ ગયાનું અને સારવારમાં મૃત્યુ થયાનું તેમના સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ હળવદ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
