<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

તરઘડીયા બ્રીજ ઉપર ‘હિટ એન્‍ડ રન': અજાણ્‍યા યુવાનનું મોત

વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસને સંપર્ક કરવો

રાજકોટ તા. ૪: રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડીયા ઓવર બ્રીજ પર હિટ એન્‍ડ રનની ઘટનામાં અજાણ્‍યા યુવાનનું કમકમાટીભર્યુ મોત થયું છે. આ યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ રાત્રીના ત્રણેક વાગ્‍યે તરઘડીયા ઓવર બ્રીજ ઉપર આશરે ૨૫થી ૩૦ વર્ષનો એક યુવાન લોહીલુહાણ હાલતમાં બેભાન પડયો હોવાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી અને પાઇલોટે આ યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસડયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે ઘટના સ્‍થળે તપાસ કરી હતી પરંતુ મૃતકની ઓળખ થઇ શકે તેવુ કંઇ મળ્‍યું નહોતું. મૃતક પાસેથી પણ કોઇ એવી ચીજવસ્‍તુ મળી નથી જેના કારણે ઓળખ થઇ શકે. કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેનું મોત થયાની શક્‍યતા છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો મો. ૯૫૩૭૮ ૨૪૯૩૦ સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૫)

(11:03 AM IST)