News of Tuesday, 4th March 2025
મોરબીના પંચાસરના ૪૨ વર્ષિય રવજીભાઇ સવસાણીનું હૃદય બેસી જવાને લીધે મોત
ઘરે બેભાન થઇ જતાં મોરબીથી રાજકોટ ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૪: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મોત થયું છે. મોરબીના પંચાસરમાં રહેતાં રવજીભાઇ ત્રિભુવનભાઇ સવસાણી (ઉ.વ.૪૨) સાંજે ઘરે એકાએક બેભાન થઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર રવજીભાઇ ગ્લેઝ ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં અને બે બહેન તથા ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
