<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જામનગરના લીંબુડાના પ્રગતિશીલ ખેડૂત અમરીશભાઇ વૈષ્‍ણવીએ એક સાથે ડબલ પાકનું વાવેતર

ચણાની સાથે ખાલી જગ્‍યામાં સૂર્યમુખીની ઉપજ મેળવી

(મુラકૂંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૪: જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે રહેતા અમરશીભાઈ વૈષ્‍નાણીએ પોતાની ૨૫ વિઘા ખેતરમાં શિયાળુ ચણાનું વાવેતર કર્યા બાદ કંઈક નવું જ કરવાની ચાહમાં રાજકોટ થી સૂર્યમુખી શોધી લાવ્‍યા અને આ સૂર્યમુખીનું ચણાના વાવેતર વચ્‍ચે જ ખાલી પડેલા પાળા માં વાવેતર કરી દીધું છે.

અત્‍યાર સુધીમાં આ ખેડૂતે સૂર્યમુખીના બિયારણ નું વાવેતર કર્યા બાદ વધુ કોઈ જ પરવાહ કરવી પડી નથી. અને બંને પાક પણ સારા જોવા મળી રહ્યા છે. ત્‍યારે સ્‍માર્ટ રીતે પોતાના ખેતરમાં એકી સાથે ડબલ ઉપજ મેળવવા આ પ્રયાસ સાર્થક નિવડતો હોય તેવું તેમને લાગી રહ્યું છે અને ઓછી મહેનતે વધુ આવક મળશે તેવી આશા પણ તેમને છે. જામનગર જિલ્લામાં સૂર્યમુખીનું વાવેતર નહીવત જોવા મળતું હતું. ત્‍યારે જોડીયા પંથકના છેવાડે આવેલ લીંબુડા ગામના ખેડૂત અમરશીભાઈએ અનોખો પ્રયોગ કરવા રાજકોટથી બિયારણ લાવી પોતાના ખેતરમાં શિયાળા દરમિયાન સૂર્યમુખીના બિયારણનું વાવેતર કર્યું છે. ચણાની સાથે ૨૫ વિધામાં સૂર્યમુખીના છોડ પણ ખેતરમાં સારા ફાલ સાથે જોવા મળી રહ્યા છે જેને લઈને એક સાથે બે ઉપજ મેળવવા ડબલ વાવેતરનો આ કિમિયો અન્‍ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે. (કિંજલ કારસરીયા,જામનગર)

(12:09 PM IST)