News of Tuesday, 4th March 2025
જામનગરની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ખૂલ્યોઃ પરપ્રાંતિય તસ્કર ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪: ગત તા. ૨૦/૦૨/૨૦૨૫ ના ફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ રહે. દિપચંદપાર્ક ખોડીયાર કોલોની જામનગર વાળાના બંધ રહેણાક મકાનના કોઈ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનો તોડી કુલ કિ.રૂ. ૫,૨૧,૫૦૦/ ની ચોરી કરી લઇ ગયેલ હતો.
તેમજ તા ૨૪/૧૦/૨૦૨૪ ના રાત્રી દરમ્યાન ફરીયાદી માયાબેન રામજીભાઈ પવ રહે. ઢીચડા રોડ.સેનાનગર જામનગર વાળાના બંધ મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાન માથી. રોના પાણીના દાગીના મળી કુલ કિ.રૂ ૩.૦૨,૫૦૦/ ની ચોરી કરી લઈ જતા બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો.
તેમજ તા ૧૦/૦૨/૨૦૨૫ થી તા.૨૪/૦૨/૨૦૨૫ ના રાત્રી દરમ્યાન કરીયાદી-રાકેશભાઇ રામાશંકરભાઈ સિંઘ રહે. ઢીચડા રોડ સેનાનગર જામનગર વાળાના બંધ રહેણાક મકાનમાં તોડી કિ.રૂ ૩૦૫૦૦/ ની ચોરી કરી જે ગુન્હો વણશોધાયેલ હતો.
દરમ્યાનહકિકત મળેલ કે, સદરહુ ઘરફોડ ચોરીમા જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટ ઉવ.૨૩ રહે. હાલ ઢીચડા રોડ, સેનાનગર, મુળ ઉતરપ્રદેશ વાળો સંડોવાયેલ છે. મજકુર હાલે જામનગર સમર્પણ હોસ્પીટલ તરફ જતા રોડ ઉપર બાજરા સંશોધન કેન્દ્ર ના ગેઇટ પાસે ચોરીનો મુદામાલ સાથે લઇ તેની સાથે ચોરીમા સંડોવાયેલ અન્ય વ્યકિતઓની રાહ જોઇને ઉભેલ હોવાની બાતમી આઘારે મજકુર ઇસમને પકડી પાડી મજકુર ઇસમના કબ્જામાથી મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ સી.એમ.કાંટેલીયા નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરી.
આ ઘટનામાં પકડવાનો બાકી સંદિપ મોટતીલાલ રાઠોડ રહે. ડીફેન્સ કોલોની બાલાજી પાક-૧ જામનગર મુળ- ઉતરપ્રદેશ વિગેરે સહિત ૪ શખ્સો છે.
મજકુર આરોપીઓએ દિવસ દરમ્યાન રહેણાક મકાન ની રેકી કરી રાત્રીના સમયે બંધ મકાનના તાળા તોડી, તેમજ દરવાજા તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ. લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. સી.એમ.કાટલીયા તથા પો.સ્ટઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્ટાકના હસ્પાલસિંહ સોઢા ભરતભાઇ પટેલ નાનજીભાઈ પટેલ શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા ફિરેનભાઈ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા કિશોરભાઇ પરમાર મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એન જાડેજા પનઃશ્યામભાઇ ડેરવાળીયા ભરતભાઈ ડાંગર સુમીતભાઈ શીયાર, સુરેશભાઈ માલકિયા ભારતીબેન ડાંગર, ધમેન્દ્રસિંહ એમ જાડેજા દયારામ ત્રિવેદી તથા બીજલભાઇ બાલાસરા વિગેરે ારા કરવામાં આવેલ છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
