News of Tuesday, 4th March 2025
ધ્રોલમાં ૮ વર્ષની દિકરીએ પિતાની મદદથી ચંદ્રયાન-૩નું મોડલ બનાવીને સૌને ચોંકાવી દીધા
વિજ્ઞાન દિવસે ઘરમાં પડેલ નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને આકર્ષક ચંદ્રયાન-૩નું મોડલ બનાવવાની પ્રેરણા પિતાએ આપીઃ દીકરો-દિકરી એક સમાન છે તેવો સમાજને શિક્ષીત પરીવારે આપ્યો મેસેજઃ ધ્રોલની દિકરીને ઠેરઠેર પ્રંશસા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪: વધુ એક વાર દીકરીએ સાબીત કર્યુ છે કે ‘હમ ભી કીસી સે કમ નહી' અને પરીવાર આપેલ શિક્ષણ અને સંસ્કારના જોરે ધ્રોલ જેવા નાના તાલુકામાંથી આવતી અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી નીરવા નિકુંજભાઈ કાનાણીએ વિજ્ઞાન દિવસ નિમિતે અલગ પ્રકારની પ્રેરણા સાથે ચંદ્રયાન-૩ નામના મોડલ સાથેનો નવો પ્રોજેકટ બનાવીને શાળાના સંચાલકો તેમજ શિક્ષકોને ચોંકાવનારી ભેટ આવતા સમગ્ર ધ્રોલ તાલુકામાં દિકરી નિરવા છવાઈ ગઈ છે.
ધ્રોલની ખારવા રોડ પર આવેલા પબ્લિક સ્કૂલ શાળામાં અભ્યાસ કરતી નિરવા નિકુંજભાઈ કાનાણીને શાળા તરફથી ૨૮ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ નિમિતે સાયન્સને લગતો પ્રોજેકટ બનાવવાની જવાબદારી સોપવામાં આવી અને માત્ર ધો. રમાં અભ્યાસ કરતી નિરવાએ ઘરે જઈને પિતા નિકુંજભાઈ અને માતા જલ્પાબેનને વાત કરતા શિક્ષીત માતા-પિતાએ પુત્રી નિરવાને કઈક અલગ કરવાની પ્રેરણા આપી હતી અને પિતા નિકુંજભાઈ કે જેવો ધ્રોલ ખાતે કોમ્યુટર ઈન્સ્ટટુટ ચલાવી રહયા છે અને માતા જલ્પાબેન ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે જોબ કરી રહયા છે તેની પાસેથી ઙ્કેરણા મેળવીને દિકરી નિરવાએ માતા-પિતાની મદદથી માત્ર બે દિવસ અને ત્રણ રાત્રીની અંદર જ વિજ્ઞાન દિવસ નિમિતે ચંદ્રયાન-૩નું મોડલ બનાવ્યુ હતુ અને વિજ્ઞાન દિવસની ઉજવણી સાથો સાથ આ ચંદ્રયાન-૩ પ્રોજેકટ મોડલ બનાવવા માટે વેસ્ટમાંથી બેસ્ટ પધ્ધતિ અપનાવીને ઘરમાં પડેલ ભેટમાં મળેલ વસ્તુઓ, ખાલી ખોખા, સીસીકેમરાની પીન સહીતનો ઉપયોગ કરીને આકર્ષક ચંદ્રયાન-૩નું મોડલ બનાવવામાં ઘારીએ સફળતા મેળવી હતી અને આ પ્રોજેકટને ધ્રોલની ખાનગી શાળામાં નિ૨વા નિકુંજભાઈ કાનાણીએ રજુ કરીને શિક્ષકો સહીત શૈ& કોઈ વિધાર્થીઓને ચૌકાવી દીધા હતા અને ખુબજ પ્રશાસા મેળવી છે.
વધુમાં મળતી વિગત મુજબ માત્ર ધો. રમાં અભ્યાસ કરતી નાની એવી દિકરી નરીવા કાનાણીએ શિક્ષીત માતા-પિતાની પ્રેરણાથી આ ચંદ્રયાન-૩નું મોડલ બનાવીને ફરથી એક વખત સાબીત કર્યુ છે કે, શિક્ષણ થકી ભવિષ્ય ઉજવળ છે અને નરેન્દ્રભાઈ મોદીજી ‘મન કી બાત' કાર્યક્રમ મારફત દેશના યુવાન-યુવતી સહીત સૌકોઈને વિવિધ વિષયો ઉપર ચર્ચા કરીને વિજ્ઞાન પ્રેત્યેના લક્ષ્ય તેમજ વેસ્ટમાંથી બેસ્ટ પધ્ધતિ અપનાવવાનો અભિગમને આગળ વધારવા માટે દેશ માટે આ નાની એવી દિકરી ઙ્કેરણાષાોત બનવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, નિકુંજભાઈ કાનાણી અને માતા જલ્પાબેનની સંતાનમાં નિરવા એક માત્ર સંતાન છે અને દિકરીને દિકરા સમાન ગણવાની આજના જમાનાની વાતને પણ બળ મળ્યુ છે.
જાણ શું છે ચંદ્રયાન-૩
ભારતના ઈસરો ધ્વારા સંચાલીત ચંદ્રયાન કાર્યક્રમ હેઠળ ચંદ પર સંશોધનના અભિયાનનું ત્રીજુ સોપાન છે, ચંદ્રયાન-૨ની જેમ જ આ અભિયાનમાં પણ વિક્રમ નામનું ઉતરાણ એકમ અને પ્રજ્ઞાન નામનું રોવર સામેલ છે, તેનું સ્થનાંતર એક (પ્રોપુસેશન મોડલ) પરીભ્રમણીક એકમની ભૂમિક ભજવશે, સ્થનાંતર એકમ ઉતરાણ એકમ અને રોવ બંનેને જયાં સુધી ચંદની કક્ષાના ૧૦૦ કી.મી. (૬ર મી.) સુધી ન પહોંચાય ત્યા સુધી તેમનું વહન કરે છે
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
