News of Tuesday, 4th March 2025
કચ્છના રાપર ભચાઉ નગરપાલિકામાં આવતીકાલે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
ભાજપ જેને મેન્ડેડ આપશે એ જ પ્રમુખ બનશે એમાંય નવાઈ નથી પરંતુ આ મેન્ડેડ લેવા માટે પ્રમુખ અને ઉપ પ્રમુખ તથા કારોબારી ચેરમેન દંડક તથા સત્તા પક્ષના નેતા બનવા માટે ઈચ્છા ધરાવતા સદસ્યો પોતાની વગ લગાવી રહ્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :
આવતી કાલ તારીખ ૫ માર્ચના બુધવારના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી બાબતની કાર્યવાહી નગરપાલિકાના સભાખંડમાં થશે
કચ્છ જિલ્લામાં આવેલી રાપર ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આવતીકાલે તારીખ પાંચમી ના રોજ જે તે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે જેને લઈને સ્થાનિક રાજકારણમાં ચહલ પહલ મચી ગઈ છે. જોકે બન્ને નગરપાલિકા પર હાલમાં ભાજપની બહુમતી દેખાય છે એટલે ભાજપ જેને મેન્ડેડ આપશે એ જ પ્રમુખ બનશે એમાંય નવાઈ નથી પરંતુ આ મેન્ડેડ લેવા માટે પ્રમુખ અને ઉપ પ્રમુખ તથા કારોબારી ચેરમેન દંડક તથા સત્તા પક્ષના નેતા બનવા માટે ઈચ્છા ધરાવતા સદસ્યો પોતાની વગ લગાવી રહ્યા છે.
જેમાં રાપર ભચાઉ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં ભચાઉ મા તમામ બેઠકો પર ભાજપ અને રાપર મા એકવીસ બેઠક ભાજપ ને અને સાત બેઠકો કોંગ્રેસને મળી છે ભચાઉ રાપર માં પણ ભાજપની બહુમતી થઈ ગઈ છે એટલે હવે આ બન્ને પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે. રાપર ભચાઉ નગરપાલિકાના સભાખંડ નગરપાલિકાની સામાન્ય સભા તા.૦૫/૦૩/૨૦૨૫ બુધવારના રોજ રાખવામાં આવેલ છે. દરમિયાન ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવશે એજ દિવસે દરમિયાન ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાનો છે
ઉમેદવારી ફોર્મ પરત ખેંચી સકશે પ્રમુખ/ઉપપ્રમુખના હોદાની ચુંટણી અંગેની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ દ્વારા પ્રમુખપદ માટે ક્યાં ઉમેદવાર ઉપર કળશ ઢોળે છે. તે પ્રમુખ ચૂંટણીના દિવસે ખબર પડશે. ભાજપમાંથી ચૂંટાયેલા મોટાભાગના સભ્યોને પ્રમુખ અને કારોબારી ચેરમેન બનવામાં વધુ રસ દાખવી રહ્યા છે. આ હોદા લેવા માટે અમુક ચૂંટાયેલા સભ્યોએ પોતાના રાજકિય સબંધો આગળ કરીને પ્રદેશ ભાજપ કાર્યાલયના ઉચ્ચનેતાઓને મળીને ભલામણ કરાઇ છે. આમ ભાજપ દ્વારા ખેડા જિલ્લામાં તમામ પાલીકાઓમાં ભગવો લહેરાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ જેને મેન્ડેડ આપે તેના નામ પર પસંદગીની મહોર વાગશે. અથવા સર્વસંમતિથી સ્વીકારવામાં આવશે. કારણકે બને નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી હોવાથી બળવો કે વિરોધ થવાની શક્યતા નહીવત છે. રાપર નગરપાલિકા માટે પ્રમુખ તરીકે જામસિંહ હરિસિંહ સોઢા ..ભાણજી ભ્રાસડીયા મનજી ભાટેસરા સહિત પાંચ દાવેદાર છે જેમાં પ્રબળ દાવેદાર જામસિંહ સોઢા માનવામાં આવે છે ખરી હકીકત આવતી કાલે મેન્ડેટ કોના નામ નું આવે છે તે ખ્યાલ આવશે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
