News of Tuesday, 4th March 2025
જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વખત સાચી બંદુક વિભાગમાં રાજશાખા રાયફલ કલબ જૂનાગઢના ૭ ખેલાડીઓએ ભાગ લઈ બે સુવર્ણ બે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા

જુનાગઢ, તા. ૪: ગુજરાત રાજ્ય રાયફલ એસોસીએશન દ્વારા વડોદરા મુકામે શૂટિંગ સ્પર્ધા જિલ્લા શુટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત ના શ્રેષ્ઠ સ્પર્ધકો એ ભાગ લીધેલ જેમાં જૂનાગઢ ના ઇતિહાસ માં પહેલી વખત ફાયર આર્મ્સ એટલે કે સાચી બંદુક વિભાગ માં રાજશાખા રાયફલ કલબ જૂનાગઢના ૭ ખેલાડીઓ એ ભાગ લઈ બે સુવર્ણ , બે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા.
ગુજરાત રાજ્ય રાયફલ એસોસીએશન દ્વારા તારીખ ૨૨/૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન માંજલપુર રમત ગમત સંકુલ વડોદરા મુકામે ૧૯મી આર. એમ. હલવાઈ જિલ્લા શુટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતના શ્રેષ્ઠ સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમાં રાજશાખા રાયફલ કલબ જૂનાગઢ તરફથી ૫૦ મીટર ઓપન સાઇટ રાયફલ માં અનિલ ભાઈ નંદાનીયા સુવર્ણ ચંદ્રક, હર્ષદભાઈ રાંક કાંસ્ય ચંદ્રક, ૫૦ મીટર પીપ સાઇટ રાયફલ ઇવેન્ટમાં કુલદીપ પંડ્યા સુવર્ણ ચંદ્રક, હિરેન ખુંટી કાંસ્ય ચંદ્રક મેળવેલ તથા ૧૦ મીટર એર પિસ્તોલ અને ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ માં ડો. પ્રતીક ત્રિવેદી તથા હિતાર્થસિંહ પરમાર, ચિરાગભાઈ સુત્રેજા એ ભાગ લઈ જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
