News of Tuesday, 4th March 2025
દરરોજ સવાર-સાંજ ઠંડક અને બપોરના પણ આછા તાપના લીધે મિશ્ર હવામાન
દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવુ વાતાવરણઃ બપોરે ઉકળાટ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક સાથે શિયાળા જેવુ હવામાન જયારે બપોરના સમયે આકરા તાપ સાથે ઉનાળા જેવુ વાતાવરણ છવાયેલુ રહે છે.
દરરોજ સવાર અને સાંજે ઠંડક અને બપોરના પણ આછા તાપના લીધે મિશ્ર હવામાન છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.પ, મહત્તમ તાપમાન ૩૩.૮, ભેજનું પ્રમાણ પ૬ ટકા, પવનની ગતિ ૮.૬ કિ. મી. રહી હતી.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : પવન ફુંકાતા જૂનાગઢનું લઘુત્તમ તાપમાન વધીને ૨૧.૭ ડિગ્રી નોંધાયું હતું.
નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી રહ્યા બાદ આજે સવારથી ૭.૩ કિલોમીટરની ઝડપે પવન ફુકાતા સવારનું તાપમાન વધીને ૨૧.૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે સવારથી જ ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બીજી તરફ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
