News of Tuesday, 4th March 2025
પાલીકામાં વિજય બદલ રાજકોટ
જિલ્લા પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાને અભિનંદન પાઠવતા નરેન્દ્રભાઈ મોદી

ગોંડલ તા.૪: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ એરપોર્ટ ખાતે આગેવાનો સાથે બે ઘડી મુલાકાત કરી હતી. જે દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાને સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીમા ભાજપનાં ભવ્ય વિજય અને રાજકોટ જિલ્લામાં આવતી તમામ નગરપાલીકામા વિજય બદલ વાતચીત કરી અભિનંદન પાઠવ્યા હતા. અલ્પેશભાઈ ઢોલરીયાએ વડાપ્રધાન નરેન્દ્રમોદીને જણાવ્યુ હતુ કે પ્રથમ વખત રાજકોટ જિલ્લાએ તમામ નગરપાલીકામા વિજય મેળવ્યો છે. આ મુલાકાત ખાસ રહી તેવું અલ્પેશભાઈ ઢોલરીયાએ અંતમાં જણાવ્યું હતું.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)(
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
