<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

શનિવારે અમિતભાઇ શાહ વિસાવદરના ચાંપરડામાં: શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામમાં લોકાર્પણ-ખાતમુહુર્ત

ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુકતાનંદજીબાપુના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો


 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. કેન્દ્રીય ગૃહ અને સહકારીના મંત્રી અમિતભાઇ શાહ તા. ૮ ને શનિવારે જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના ચાંપરડા ખાતે આવી રહ્યા છે.

ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુકતાનંદજીબાપુની અધ્યક્ષતામાં તા. ૮ ને શનિવારે બપોરે ૩ વાગ્યે શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય-ચાંપરડા સૈનિક સ્કુલ ગ્રાઉન્ડ જુનાગઢ-વિસાવદર હાઇવે ખાતે શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાશે.

આ તકે સૈનિક સ્કુલ, શાળાભવન, સૈનિક સ્કુલ સ્ટાફ કવાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ, ડોકટર કવાર્ટર બિલ્ડીંગ, જય અંબે હોસ્પિટલ, મોડયુલર ઓપરેશન થિયેટર કોમ્પલેક્ષ, શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-અતિથી ભવનનું બપોરે ૩ વાગ્યે લોકાર્પણ થશે.

જયારે પૂ. મુકતાનંદબાપુ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર, સંસ્કૃત શકિત ગુરૂકુળનું ખાતમુર્હુત કરાશે. ઉપસ્થિત રહેવા ટ્રસ્ટીઓ ગીજુભાઇ ભરાડ, અજયભાઇ ગુડકા, વિનોદભાઇ પટેલ, જયેશભાઇ પટેલે આમંત્રણ પાઠવ્યું છે.

(4:29 PM IST)