<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

વિસાવદરના રૂપાવટીની મહિલાની હત્યાના મામલે આરોપી પ્રેમી વધુ ૩ દિવસનાં રિમાન્ડ પર

હત્યા કેસમાં ઘટના સમયે અન્યની હાજરી કે સંડોવણી અંગે પૂછપરછ

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૪: વિસાવદરના રૂપાવટીની મહિલાની હત્યાના કેસમાં પોલીસે આરોપી પ્રેમીનાં વધુ ૩ દિવસનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

રૂપાવટીની ૩૫ વર્ષીય પરિણીતા દયાબેન વલ્લભભાઈ સાવલીયાની હત્યા કરનાર તેના જ ગામનો હાર્દિક ધીરુ સુખડિયાને સોમવારે રિમાન્ડ પુરા થતા ફરી તેને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પીઆઇ આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન, કાગવડની હોટલ ખાતે પંચનામુ સહિતની કાર્યવાહી કરી લેવામાં આવી હતી પરંતુ મહિલાની હત્યામાં હાર્દિક સુખડિયાની સાથે અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ અને ઘટના સમયે અન્ય કોઈ વ્યકિતની હાજરી હતી કે નહિ સહિતના મુદ્દે તપાસ, પૂછપરછ બાકી હોય સોમવારે હાર્દિકને વધુ ૫ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા આગળની તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

મૃતક મહિલાને આરોપીએ કાગવડની હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરી આપી હતી તે કૈલાશ હોટલનાં સંચાલક સહિત કર્મચારીઓને વિસાવદર ખાતે બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

(4:10 PM IST)