<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

વંથલી પાસે ઇંટો ભરેલો ટ્રક વિદેશી દારૂનાં જગ સાથે પકડાયો, ડ્રાઇવર-કલીનરની ધરપકડ

શાપુર જતો ટ્રક, દારૂ સહિત ૪,૩૯,૩૪૬નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૪: વંથલીના કોયલી પાસેથી પોલીસે વોચ ગોઠવી ઇંટની આડમાં વિદેશી દારૂનાં જગ સાથેનો ટ્રક પોલીસે પકડી પાદરીયા, શાપુરનાં શખ્સની અટક કરી ૪,૩૯,૩૪૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 ઇંગ્લિશ દારૂ સાથેનો લાલ કલરનો જીજે ૨૫ ટી ૮૯૯૦ નંબરનો ટ્રક જૂનાગઢ વાળા નવા બાયપાસ પરથી શાપુર ગામ તરફ જવાનો હોવાની માહિતી મળતા વંથલી પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન નવા બાયપાસ પર કોયલી ગામવાળા ઓવરબ્રિજ ઉપરથી ટ્રક જેતપુર તરફથી આવતા ઈશારો કરી ટ્રકને રોકાવ્યો હતો. ટ્રકની પાછળ માટીની ઇંટો ભરેલી જોવા મળી હતી.

ટ્રકમાં જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામની સોમનાથ સોસાયટીમાં રહેતો ડ્રાઇવર ૨૧ વર્ષીય દેવા મેરખી ઉર્ફે મુન્નાભાઈ ભરાઈ અને શાપુરમાં રહેતો કલીનર ૨૭ વર્ષીય અભય કાંતિ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું.

જોકે ટ્રકમાં તપાસ કરતા ટ્રકની કેબિન ઉપરથી ઇંગ્લિશ દારૂના ૧૦ જગ અને બોટલ મળી કુલ રૂપિયા ૨૪,૩૪૬નો દારૂ મળી આવ્યો હતો.

 ટ્રકમાં માટીની ઇંટની આડમાં દારૂ લઈ આવેલ ટ્રક ચાલક, કલીનરની અટક કરી દારૂ, ૨ મોબાઈલ ફોન, રૂપિયા ૪ લાખનો ટ્રક સહિત કુલ રૂપિયા ૪,૩૯,૩૪૬નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી

(4:28 PM IST)