<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કાલે ૬ માર્ચના મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાશે

કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોક સભા પરિવાર, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો ને સાધન સહાય, અતિ કૂપોષીતો ને સુપોષિત કીટ વિતરણ ગાયોને નીરણ, હોસ્પિટલો માં ફ્રુટ વિતરણ, બાળકોને શિક્ષણ કીટો, રાશન કીટ વિતરણ કરાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : મોરબી કચ્છના યુવાન, જાગૃત અને વ્યવહાર કુશળ સાંસદ વિનોદ ચાવડાના જન્મ દિવસની વિવિધ સેવાકીય સંસ્થાઓ અને શુભેચ્છકો દ્વારા સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાશે. કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટે નો સંકલ્પ સાથે જનસેવા દ્વારા આગળ ધપતા કચ્છના યુવા જાગૃત ઉર્જાવાન સાંસદ વિનોદભાઇ ચાવડા આવતીકાલ ૬ માર્ચના રોજ ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. મોરબી અને કચ્છના તેમના લોકસભા વિસ્તારમાં જન્મ દિન પ્રસંગે સેવા એજ સંગઠન ના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, તેમના જ સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ, લોકસભા પરિવાર, જીલ્લા ભાજપ સંગઠન દ્વારા વિવિધ સેવા કાર્યો નું આયોજન કરવામાં આવેલ છે.

​રાજય અને રાષ્ટ્ર તેમજ દીન: દુખીઓની ઇન્નતિ માટે કર્તવ્ય રૂપી દીપ થકી જીવન પથ ઉજાગર કરો એવિ ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામના સાથે કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોક સભા પરિવાર, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો ને સાધન સહાય, અતિ કૂપોષીતો ને સુપોષિત કીટ વિતરણ ગાયોને નીરણ, હોસ્પિટલો માં ફ્રુટ વિતરણ, બાળકોને શિક્ષણ કીટો, રાશન કીટ વિતરણ, વિકલાંગ શાળામાં ૧૫૦ થી વધુ દીકરીઓ દ્વારા કેક કટીંગ વિવિધ છાત્રાલયો માં ભોજન, સેવા અને સમર્પણ – લોકાર્પણ ના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી સાંસદશ્રી ના સ્વાસ્થ્ય, ચીર દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ ના સૌજન્ય થી તેમના જન્મદિને “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ - સીઝન - ૩, ની શુભ પ્રારંભ સાથે ૫૦૦ થી વધારે ટીમો વચ્ચે ૩ માસ થી વધુ સમય ઓપન કચ્છ ડે - નાઈટ ક્રિકેટ મેચો રમાશે. લોકસભા વિસ્તારને આવરી લઈ તેમના જન્મદિવસે વિવિધ સેવા કાર્યો હાથ ધરાશે.

(9:36 AM IST)