<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

પુ.જલારામબાપા અંગે જ્ઞાન પ્રકાશ સ્‍વામિનાં બફાટ અંગે ગોંડલ લોહાણા સમાજ લાલઘુમ

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.પઃ સુરતનાં અમરોલીનાં જ્ઞાન પ્રકાશ સ્‍વામિ એ સંત શિરોમણી પુ.જલારામબાપા અંગે કરેલી ટિપ્‍પણી સામે ઠેરઠેર રઘુવંશી સમાજ માં વિરોધ પ્રદર્શિત થઈ રહ્યોછે.ત્‍યારે ગોંડલ લોહાણા સમાજે પણ જ્ઞાન પ્રકાશ સ્‍વામિનાં અજ્ઞાન સામે આક્રોશ જતાવી વિરપુર આવી માફીની માંગ કરીછે.વધુમા આવા વિવાદીત વિધાન કરનારા સાધુને સ્‍વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માંગ કરાઇ છે.લોહાણા સમાજ ની વાડી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ માં લોહાણા સમાજ પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા,વિદ્યાર્થી ભવન ટ્રસ્‍ટનાં પ્રમુખ કિશોરભાઈ ઉનડકટ,રધુવંશી સેવા મંડળનાં વૈભવ ગણાત્રા,રધુવંશી સોશિયલ ગ્રુપ નાં મિતુલભાઇ ખિમાણી ઉપરાંત જયેશભાઈ ભોજાણી,પ્રકાશભાઇ ઠકરાર, વિક્રમભાઇ તન્ના,અલ્‍પેશભાઈ જીવરાજાની,સુનિલભાઇ ગઢીયા,રાજુભાઇ ખંઢેરીયા સહિતનાં આગેવાનોએ સ્‍વામિનાં વિવાદીત વિધાન ને સખ્‍ત શબ્‍દોમાં વખોડી જ્ઞાન પ્રકાશ સ્‍વામિ વીરપુર જલારામ બાપાની જગ્‍યાએ આવી માફી માંગે તેવી માંગ કરી હતી.વધુમાં વિરપુર થી જે રણનીતિ ઘડાશે તે મુજબ વિરોધ પ્રદર્શન કરાશે તેવું જણાવ્‍યું હતુ.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી,ગોંડલ)

(10:46 AM IST)