<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં સમય મર્યાદા વધારવા કૃષિમંત્રીને રજુઆત

યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયાએ રાજ્‍યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલેને લેખિતમાં રજુઆત કરી

ગોંડલ તા.પઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા એ રાજ્‍યના કળષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ને લેખિતમાં રજુઆત કરતા જણાવ્‍યુ હતુ કે હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે.

પરંતુ માવઠાની પરિસ્‍થિતિ ના લીધે હજી સંપુર્ણ પાક થયેલ ના હોય ખરીદી ની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તો રજીસ્‍ટ્રેશન કરાવેલ તમામ ખેડૂતોને લાભ મળી શકે તો ખેડૂતોના હિત વધુ એક નિર્ણય લઈને સમય મર્યાદા વધારવામા આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.(તસ્‍વીરઃભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:50 AM IST)