તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
સરતાનપરના દરિયાખેડુ પાસેથી ૧.૩૫ કરોડની વ્હેલ માછલીની ઉલટી મળી આવી
વ્હેલમાછલી શેડ્યુલ-૧ મા આવતું હોય બિન જામીનપાત્ર ગુન્હોઃ ફોરેસ્ટઃ તળાજા પંથકની ઘટના

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૫ :.. તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામનો યુવાન પંદર દિવસ પહેલા દરિયો ખેડવા ગયો હતો.એ સમયે તેને દરિયામા પડેલ વ્હેલ માછલી ની ઉલટી મળી આવી હતી.જે ઘરે લાવેલ હતો.એ બાબત ની જાણ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને થતા આજે માછીમાર યુવક ના કબ્જામાંથી મેળવી ફોરેસ્ટ ટીમ ને બોલાવી ખરાઈ કરી યુવકની અટકાયત કરી ફોરેસ્ટ ને હવાલે કરેલ હતો.એમ્બર ગ્રીસ ની બજાર કિંમત રૂ.૧,૩૫,૮૦૦૦૦/-ની આંકવામાં આવી છે.
તળાજા પોલીસ ને એલ.સી.બી પોલીસે ચોક્કસ બાતમી મળવા મા વધુ એક વખત પાછળ રાખીદીધી હોય તેવી ઘટનાની મળતી વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમના તરુણભાઈ નાંદવા,અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી અને પ્રવીણભાઈ ગલચરએ બાતમીના આધારે બપોરબાદ સરતાનપર બંદર ગામના મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણીયા ની અટકાયત કરી તેના કબ્જામા રહેલ વ્હેલ માછલી ની ઉલ્ટી(એમ્બરગ્રીસ) પકડીપાડી હતી.
વ્હેલમાછલી ની ઉલટી નો વિષય ફોરેસ્ટ વિભાગ મા આવતો હોય તળાજા ને જાણ કરતા વ્હેલ માછલી ની ઉલટી ની ખરાઈ માટે નિષ્ણાત અધિકારી ને બોલાવી ખરાઈ કર્યા બાદ પોલીસે આરોપી યુવક ની અટકાયત કરી તળાજા પોલીસ મથકે લાવવામા આવેલ.ઉલટી નો વજન ૧કિલો,૩૫૮ ગ્રામ થતા તેની બજાર કિંમત એક કરોડ પાંત્રીસ લાખ એંશીહજાર આંકવામા આવી છે.
પોલીસે આરોપીનો કબ્જો તળાજા ફોરેસ્ટ વિભાગ ને સોંપેલ હતો.હવે ફોરેસ્ટ વિભાગ આરોપી ની પૂછ પરછ થી લઈ કોર્ટમાં રજૂ કરવા સુધીની કાર્યવાહી કરશે.ફોરેસ્ટ તંત્ર એ જણાવ્યું હતુ કે વ્હેલ માછલી શેડ્યુલ-૧મા આવતું પ્રાણીહોય તેની કોઈપણ વસ્તુ રાખવી તે બિન જામીનપાત્ર ગુન્હો બને છે.પાણીમા હોય તે સમયે ઉલટી પ્રવાહી હોય છે.બાદ સાકર ના ખાંગડા જેવી જોવા મળે છે.
ઉલ્લેખનીય છેકે તળાજા કે ભાવનગર પંથકમાં એમ્બરગ્રીસ ની ખરીદી કરી શકે તેવો કોઈ વ્યક્તિ આજ સુધી ધ્યાને આવેલ નથી.
મોબાઈલમા ઉલટી જોઈ હતી
દરિયામા માછીમારી કરવા એકલોજ ગયોહતો.એ સમયે વ્હેલ માછલી ની ઉલટી કિનારે થી મળી હતી.તેમ કહેનાર આરોપી મેહુલ બાંભણીયા એ જણાવ્યું હતુ કે મોબાઈલ મા જોઈ હતી તેના પરથી હું ઓળખી ગયોહતો.બજારમા કયાંય વેચવા ની કોશિશ કરી ન હતી.આરોપી સરતાનપર ગામમાં પાન મસાલા ની દુકાન ચલાવે છે.
પરીક્ષણ બાદ
કબ્જે લીધીઃ ફોરેસ્ટર
તળાજા વન વિભાગના ફોરેસ્ટર માયડા એ જણાવ્યું હતુ કે વ્હેલ માછલીની ઉલટી જ છેકે કેમ તે માટે એફ.એસ.એલ અધિકારી પાસે પરીક્ષણ કરાવ્યા બાદ કબ્જે લીધેલ.હજુ વધુ લેબોરેટરી માટે મોકલવામાં આવશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
