<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભાવનગરના બંધ બોડીના ટ્રકમાંથી દારૂ ઝડપાયો

ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો ર૩૭ર બોક્ષ વિદેશી દારૂ ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૫: ભાવનગર માં પોલીસે બંધ બોડીના ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં રાખેલ રૂ. ૧૬.૫૯ લાખની કિંમતના વિદેશી દારૂની નાની મોટી ૧૧૮૫૨ બોટલ ઝડપી લઇ કુલ રૂ.૩૮.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલક સહિતના અજાણ્‍યા શખ્‍સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગંગાજળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. એચ.પી. બારડ,  એ.એસ.આઈ. જે.પી. બોરાણા સહિતનો સ્‍ટાફ  મોડી રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, મોતીતળાવ, વી.આઈ.પી. ડેલામાં  આવેલ જે.બી. મરીન સામે અંબિકા કોલ્‍ડ સ્‍ટોરેજ સામેના ભાગે અશોક લેલેન્‍ડ કંપનીના બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્‍થો ભરેલો છે. આ બાતમીના આધારે ગંગાજળિયા પોલીસે પંચ રૂબરૂ બાતમી વાળી જગ્‍યાએ પહોંચી બંધ બોડીના અશોક લેલેન્‍ડ કંપનીના ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં રાખેલ ચોખાના કટ્ટાની આડમાં રાખેલ પરપ્રાંતીય દારૂની ૨૩૭૨ બોટલ, કિં. રૂ. ૭,૧૧,૬૦૦/- તેમજ ૯૪૮૦ નંગ ચપટા કિં. રૂ. ૯,૪૮,૦૦૦/- મળી કુલ રૂ. ૧૬,૫૯,૬૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

ગંગાજળિયા પોલીસે વિદેશી દારૂનો જથ્‍થો, ચોખાના કટ્ટા નંગ ૫૫૦, બંધ બોડીનો ટ્રક મળી કુલ રૂ.૩૮,૪૯,૪૫૦/- નો મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્‍યા શખ્‍સો વિરૂદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:55 AM IST)