<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભેંસ આડી આવતાં ચાલકે રિક્ષાને કાવો માર્યો, અંદરથી ફેંકાઇ જતાં માથકના મહિલાનું મોત

સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારજનોમાં ગમગીની મોરબીથી માથક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જતી વખતે બનાવ

રાજકોટ તા. ૫: હળવદના માથક ગામે નજીક ચંપાકુવા રોડ પર રિક્ષા આડે ઓચીંતી ભેંસ આવી જતાં રિક્ષાચાલકે જોરદાર બ્રેક મારી કાવો મારતાં અંદર બેઠેલા માથક ગામના મહિલા રિક્ષામાંથી રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું. તેઓ બે પોૈત્રીને સાથે લઇ માથકથી મોરબી લગ્નમાં જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ માથક ગામે રહેતાં નાનીબેન બાબુભાઇ ભોરાણીયા (ઉ.વ.૫૫) બે દિવસ પહેલા સવારે પોતાની બે પોૈત્રી સાથે ંમોરબી ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માથકથી રિક્ષામાં બેસી રવાના થયા ત્‍યારે રસ્‍તામાં માથક નજીક ચંપા કુવા રોડ પર ઓચીંતી ભેંસ આડી આવતાં ચાલકે રિક્ષાનો જોરદાર કાવો મારી બ્રેક મારતાં નાનીબેન રિક્ષામાંથી ફેંકાઇ જતાં ઇજા થતાં હળવદ, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાતે તેમનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર નાનીબેનને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. પતિ ખેત મજુરી કરે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે હળવદ પોલીસને જાણ કરી હતી.

(11:35 AM IST)