News of Wednesday, 5th March 2025
કચ્છના નવા કલેક્ટર આનંદ પટેલ : અમિત અરોરા બન્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર

(ભુજ) રાજ્ય સરકાર દ્વારા કચ્છના કલેક્ટર અમિત અરોરાની બદલી કરી તેમના સ્થાને આનંદ પટેલને મુકાયા છે. કચ્છના જૂના કલેક્ટર અમિત અરોરા અને હવે નવા કલેક્ટર આનંદ પટેલ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકયા છે. અમિત અરોરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આનંદ પટેલ નાણા વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા ત્યાંથી તેમને હવે કચ્છના કલેક્ટર તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ છે. તેઓ અગાઉ કચ્છ જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
