તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
અંજાર પીઆઇ અજયસિંહ ગોહિલનું હર્ષ સંઘવી દ્વારા અદકેરૂ બહુમાન એક સાથે ૬ મંદીર ચોરીનો ભેદ ઉકેલવા બદલ ગળહ મંત્રી આફ્રિન
કચ્છ બોર્ડર રેન્જ વડા ચિરાગ કોરડિયા, એસપી સાગર બાગમારની પણ પીઠ થાબડવામાં આવી

રાજકોટ, તા. પઃ પોલીસ તંત્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લોકોની જાનમાલની રક્ષા સાથે કોઈ બાબતને કારણે કોમી વૈમનસ્ય ન સર્જાય તેની કાળજી રાખતા પોલીસ અધિકારીઓની પીઠ થાબડવા ઉમદા અને અનુકરણીય કાર્ય અંતર્ગત કચ્છ અંજારનાં જૂના સુગારિયા ગામે એક સાથે ૬ મંદિરમાં ચોરીની રાજ્યભરમાં ચકચારી ઘટનાના આરોપીઓને ગણત્રીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપનાર ટીમના સુકાની પીઆઇ અજયસિંહ ગોહિલ અને માર્ગદર્શક બોર્ડર રેન્જ વડા ચિરાગ કોરડિયા તથા કચ્છ પુર્વનાં એસપી સાગર બાગમારનું ગાંધીનગર ખાતે ખાસ નિમંત્રણ આપી તેડાવી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવેલ. અત્રે એ યાદ રહે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રૂરલ એલસીબી અને એસીબી સહિત વિવિધ સ્થળો પર અજયસિંહ ગોહિલે ફરજ બજાવી ખૂબ પડકારજનક કામગીરી બજાવી છે. કચ્છ બોર્ડર આઇજી, કચ્છ પૂર્વ એસપી અને પીઆઇ અજયસિંહ ગોહિલની કામગીરીની નોંધ હર્ષભાઈ સંઘવી દ્વારા પોતાના ટ્વીટર પર લેવામાં આવી છે. તમામ પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
