<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભુજ-મુંદ્રા હાઇ-વે ઉપર ક્રિકેટ સટ્ટા ઉપર જુગારનો દરોડોઃ ૧૩.૬૪ લાખનો મુદામાલ જપ્ત

સ્‍ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીઃ મિત ઉર્ફે બાબુ કાંતિલાલ કોટક ઝડપાયોઃ ૧૬ શખ્‍સોની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.પઃ કચ્‍છના ભુજ-મુંદ્રા હાઇવે ઉપર ક્રિકેટ સટ્ટા ઉપર સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીને રૂા.૧૩.૬૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે મિત ઉર્ફે બાબુ કાંતિલાલ કોટકને ઝડપી પાડયો છે. અને ૧૬ શખ્‍સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ દરમ્‍યાન એક વાહન, ર મોબાઇલ રોકડ રૂપિયા સહિત રૂા.૧૩.૬૪ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે.

આ કામગીરી એસએમસીના પી.એસ.આઇ. કે.એચ. ઝનકાતની આગેવાનીમાં ટીમે કરી હતી.

(1:39 PM IST)