તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ચોટીલા પોલીસમાં અવેશ ગનીને છાવરવામા આવતો હોવાનાં આક્ષેપ સાથે લોકોનું હલ્લાબોલ!
સરેઆમ મિડીયા સામે વહિવટ નાં આક્ષેપ થી બેડામાં ખળભળાટઃ કેટલાક પોલીસ કર્મીઓનાં નામ જોગ આક્ષેપ તપાસનો વિષય

(ફઝલ ચૌહાણઃ જીજ્ઞેશ શાહ દ્વારા) વઢવાણ, ચોટીલા,તા.૫: ચોટીલા શહેરમાં અનેક ગુનાઓ આચરનાર અવેશ ગનીભાઇ સામે પોલીસ દફતરે અનેક પ્રકારનાં ગુનાઓ નોંધાયા છે. આવા જ એક ગુનામાં તે રજૂ થઈ તાત્કાલિક જામીન મુકત થતા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી કેટલીક મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો.
કેટલીક મહિલાઓ અવેશ ગની નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પેટ્રોલ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ઉર્ફ અવલો નામનો શખ્સ આતંક મચાવતો હોવાનો અને ધમકી આપી ખંડણી માગતો હોવાનો તેમનો આરોપ છે. પોલીસ અવેશ વિરુદ્ધ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ સાથે મહિલાઓ પોલીસ મથકે પહોંચી હતી અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઘર પાસે આવીને અવેશ ગનીએ આતંક મચાવ્યો હોય તેવો વીડિયો પણ સ્થાનિકોએ રજૂ કર્યો હતો આમ છતાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિક મહેબૂબભાઈનો આક્ષેપ છે કે રૂપિયાનું સેટિંગ થઈ ગયું હોવાથી પોલીસ અવેશને છાવરી રહી છે. તેમનું કહેવું છે કે તેઓ ઘણા મહિનાથી ચોટીલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. અવેશ ગની થી પોલીસ ડરી ગઈ છે અને અમારી હત્યા કરી નાખશે તો પણ પોલીસ અવેશ સામે કાર્યવાહી નહીં કરે એવો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમજ પોલીસ કર્મી કમલેશભાઈ સહિતનાં રીઢા ગુનેગાર અવેશ ને છાવરતા હોય તેવાં આક્ષેપ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ચોટીલા પોલીસ મથકમાં મિડીયા ની હાજરીમાં પોલીસ સામે કરાયેલ ગંભીર આક્ષેપો સામે ઉચ્ચ કક્ષાએ તપાસનો વિષય બની ગયો છે. ત્યારે આવા માથાભારે તત્વો સામે નોંધાયેલા ગુનાઓની હારમાળાને ટાળી અવશેષ સામે પાસા જેવા પગલા લેવાય તેવી પણ લોકો એ માંગ કરી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
